________________
૧૮. અરે ! અરે ! ભયંકર ભવરૂપી જંગલમાં કેમ રહેલા છો ? જલ્દીથી ભાગી જાઓ, બાંધ્યું છે વૈર જેમણે એવા તમારા અનુગામી (પાછળ ગમન કરનારા) વૈરીઓ દોડે છે. ૧૪૮૩.
૧૯. વૈરીઓ કોણ છે ? એ પ્રમાણે રાજા વડે પૂછાયેલા જ્ઞાનીએ ફરીથી કહ્યું - તે વૈરીઓમાં પણ ક્રોધ કષાય અગ્રપણાને ધારણ કરે છે. ૧૪૮૪.
૨૦. જે આ આગળ વૃક્ષને વિષે લટકાવાયેલો માણસ દેખાય છે. તે આ સર્વ અનર્થના કારણ સ્વરૂપ ક્રોધનું ફલ જાણ. ૧૪૮૫.
૨૧. ત્યારે જ્ઞાની મુનિ ભગવંતે કહેલ સૂરના જન્મ વગેરેથી માંડીને સંપૂર્ણ ચરિત્રને સાંભળીને રાજા વિગેરે પ્રતિબોધ પામ્યા. ૧૪૮૯.
૨૨. કેટલાક લોકોએ તેમની પાસે દીક્ષાને અને કેટલાક લોકોએ શ્રાવક ધર્મને અને અભિગ્રહ વગેરેને સ્વીકારીને પોતપોતાના કાર્યો સાધ્યા. ૧૪૮૭.
. ૨૩. સૂરનો જીવ પણ તે રાજાથી છૂટેલો શાંતપણાને ધારણ કરતો દીક્ષા લઈને 'સર્વ સુખનું એક ભાજન થયો. ૧૪૮૮.
1. ૨૪. સ્ત્રી રૂ૫ એક ક્ષમા જ આ ક્રોધ રૂપી યોદ્ધાને જીતે છે. પરંતુ પુરુષ રૂપે રહેલ બીજા ગુણો પણ તેને જીતવા માટે સમર્થ નથી. ૧૪૮૯.
( સ્પ. ગુસ્સે કરાયેલ અથવા હણાયેલ એવા પણ મુનિ સંસારથી ગભરાતા હોવાથી અજ્ઞાનીઓની સાથે ઝઘડો ન કરે, નહિતર તેમના જેવા તે થાય. ૧૪૯૦.
૨૩. ખરેખર સંભળાય છે કે પહેલા ઉગ્ર તપમાં રક્ત એવા એક સાધુની પાસે આવીને તેમના ગુણથી આનંદ પામેલ કોઈક દેવી તેમની સેવા કરે છે. ૧૪૯૧.
ઉપદેશ સપ્તતિ.
૧૯૨