________________
૧૭. સંસારમાં એક-એક કષાય પણ પ્રાણીઓના અનર્થને માટે થાય તો જ્યાં ચાર કષાય હોય ત્યાં અનર્થમાં શું કહેવું ? ૧૪૫૪.
૧૮. રાત્રિમાં આવીને વૈરથી એ કુંભારે ખેતરમાં સાત વર્ષના એકઠાં કરેલા તેઓના ધાન્યોને ભસ્મીભૂત કર્યા. ૧૪૫૫.
૧૯. ત્યાર બાદ હંમેશાં નિષ્ફલ ઉપાયોવાળા તેઓએ (ગ્રામવાસીઓએ) વિચાર્યું. ગામની ઉપર કોપિત થયેલ કોઈક અમારા ધાન્યોને બાળે છે. ૧૪૫૩.
૨૦. જો ક્યાંય પણ એ જણાય તો અમારા વડે ક્ષમા કરાય નહિતર ખેડવાનું પણ કરેલું આ (કાર્ય) નિષ્ફળ થશે. ૧૪૫૭.
૨૧. એ પ્રમાણે નિશ્ચય કરીને લોકો ભેગા થયે છતે તેઓ વડે યક્ષની યાત્રાને માટે અભયદાનપૂર્વક પટલ દ્વારા ઉઘોષણા કરાવાઈ. ૧૪૫૮.
૨૨. જે અમારી ધાન્યને બાળે છે તે હમણાં પ્રગટ થાઓ. જેથી અમે અમારા . અપરાધને યક્ષસાક્ષીએ શીધ્ર ખપાવીએ છીએ. ૧૪૫૯.
- ર૩. કુંભારે એ પ્રમાણે સાંભળીને વેષપલટો કરીને (વેષ બદલીને) વૈરને શમાવવાના હેતુથી આ શ્લોકને ઉચે સ્વરે બોલ્યો. ૧૪૬૦.
૨૪. ચોરો તે કુંભારને તે બળદ અર્પણ કરે. જો એમ ન થાય તો બીજા સાત વર્ષ સુધી ધાન્યો બળશે. ૧૪૬૧.
- ૨૫. ફરીથી ધાન્ય બળવાના ભયથી શીધ્ર કુંભારને સમજાવીને એક બળદને
અર્પણ કરીને તેઓએ (ગામવાસીઓએ) જલ્દીથી ખમાવ્યા. ૧૪૬૨.
ઉપદેશ સપ્તતિ
૧૮૮