________________
૮. એ પ્રમાણે વિચારતા વ્યગ્રચિત્તવાળા એણે (કુંભાર) ગામની અંદર જઈને જેટલામાં વાસણોને વેચ્યા તેટલામાં તેઓ વડે ચાલાક ચોરો વડે) એક બળદ હરણ કરાયો. ૧૪૪૫.
૯. સ્વસ્થચિત્તવાળો તે (કુંભાર) ફરીથી પોતાના ગામમાં) જવા માટે ગાડાને તૈયાર કર્યું. તેટલામાં એક બળદને નહિ જોઈને તેણે જોશથી અવાજ કર્યો. ૧૪૪૩.
૧૦. ગામના સઘળા લોકો શું થયું? શું થયું ? એ પ્રમાણે કહેતે છતે કુંભાર વડે કહેવાયું કે મારો સારો બળદ હરણ કરાયો. ૧૪૪૭.
૧૧. હવે તેઓએ કહ્યું, હે કુંભાર ! તુ સર્વથા જૂઠ ન બોલ, એક બળદ વડે આવતું તારું ગાડું સર્વ લોકો વડે જોવાયું. ૧૪૪૮.
૧૨. જો તારા બે બળદ હતા તો સાક્ષીને પ્રગટ કર (આપ). એ પ્રમાણે સાંભળીને કુંભાર જેને-જેને કહે છે તે એક જ વાત કહે છે. ૧૪૪૯. .
૧૩. મત્સર વડે દુભાતો નિરાશ થઈને તે ગયો. ત્યારબાદ તે વાર્તાને ભૂલી જઈને તે ગામના લોકો સુખપૂર્વક રહ્યા. ૧૪૫૦.
૧૪. કુંભાર પણ કોપ વડે જંગલના અગ્નિની જેમ બળતો આપ કેમ કંઈક કરતા નથી. એમ કુટુંબ વડે ઉત્તેજિત કરાયો. ૧૪૫૧.
૧૫. તે ચોરોને શિક્ષા ન આપો તો મનુષ્યપણાને ફોગટ જ ધારણ કરો છો. પ્રતિકાર માટે પણ કાંઈ કરવું જોઈએ એમ શું તમે નથી જાણતા ? ૧૪પર.
૧૯. ત્યારબાદ તે ક્રોધ અને માન વડે, લોભથી યુક્ત માયા વડે જગાડાયેલ સિંહની જેમ તેમના અનર્થને માટે તૈયાર થયો. ૧૪૫૩.
ઉપદેશ સપ્તતિ, ૧૮૭