________________
“ઉપદેશ-૪” ૧. દુઃખી એવા પણ જેઓ શ્રી જિનેશ્વર પરમાત્માની પૂજાની વિધિમાં ગ્રહણ કરેલ અભિગ્રહનો ત્યાગ કરતા નથી. ધર્મ કાર્યમાં તત્પર એવા તેઓ જેમ પહેલા ધનદ નામનો શ્રેષ્ઠી) થયો તેમ સુખી થાય છે. ૯૩.
૧. પહેલા શંખપુર નગરમાં કુબેરની ઉપમાવાળો, રાજાને માન્ય અને વિશાળ સંપદાને પાત્ર ધનંદ નામનો શ્રેષ્ઠી હતો. ૯૪.
૨. અનુક્રમે તેને ચતુર હૃદયવાળા દેવ-ગુરુ-ધર્મની આરાધનાથી પ્રાપ્ત થયેલ સર્વ રીતે સારી ચઢતી વાળા ચાર પુત્રો હતા. ૯૫.
૩. ન્યાયથી ઉપાર્જન કરેલ ધનને સફળ કરવામાં ઉદ્યમવાળા તે શ્રેષ્ઠીએ ત્યાં (પોતાના ગામમાં) અત્યંત ઊંચું જિનમંદિર કરાવ્યું. ૯૬.
૪. કુટુંબનો ભાર પુત્રોને સોંપીને આ શ્રેષ્ઠી ત્રિકાલ પૂજા અને ઉભયતંક. પ્રતિક્રમણ વિગેરે અરિહંત પરમાત્માએ પ્રરૂપેલ ધર્મને કરે છે. ૯૭.
૫. હવે ભાગ્યના વશથી આ શ્રેષ્ઠીના ઘરમાં ધન ખૂટ્યું. વળી હૃદયમાં જિનધર્મનો અંશ પણ ઓછો થયો નથી. ૯૮.
. પરંતુ તુચ્છ પ્રકૃતિ (સ્વભાવ) વાળા પુત્રોએ ધર્મની અવહેલનાને કરતાં પિતાને કહ્યું કે - ધર્મથી જ (આપણું) ધન ગયું. ૯૯.
૭. પિતાએ કહ્યું, હે પુત્રો ! આવા પ્રકારનું વચન ન બોલવું જોઈએ, જેથી લોકમાં પણ સંભળાય છે કે જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે. ૧૦૦.
૮. ત્યારપછી નિર્ધન હોવાથી દુઃખી, માન-સન્માન ઓછું થવાથી ભય વડે અપમાનની ભીતિવાળો) તે શ્રેષ્ઠી ક્યારેક શાખાપુર નગરમાં ગયો, ત્યાં પણ ધર્મને મૂક્યો નહીં. ૧૦૧.
ઉપદેશ સપ્તતિ ૧૫