________________
૧૫. એ પ્રમાણે સાંભળીને પોતાને વિશેષ પ્રકારે બોધ થાય એ જ હેતુથી તે દેવ વડે (તે જંગલના) દરેક પત્થર પર શ્રી નવકાર મંત્રના પદો કોતરાયા. ૧૪૨૪.
• ૧૭. એ પ્રમાણે કરીને સમયે અવેલ તે દેવતા વાનર થયો. નવકારમંત્રના પદોને જોઈને પોતાના દેવતાના ભવનું સ્મરણ થયું. ૧૪૨૫.
૧૭. ત્યાં અનશન ગ્રહણ કરેલ તે વાનર શ્રી નવકારમંત્રનું મનથી સ્મરણ કરતો તે જ વિમાનમાં પહેલાના નામને (હેમપ્રભ નામને) ધારણ કરનાર દેવથયો. ૧૪૨૩.
૧૮. આગળ (આવતા ભવમાં) પણ આનંદિત ચિત્તવાળા તે દેવે પોતાના બોધને માટે શ્રી શાંતિનાથ પરમાત્માનું આ ઉચું દહેરાસર કરાવ્યું. ૧૪૨૭.
૧૯. શ્રી દેવ પણ એ પ્રમાણે સાંભળીને પોતાના નામની જેમ નમસ્કાર મહામંત્રને તેમની (કેવળી ભગવંતની) પાસે ભૂલ વિના સારી રીતે વારંવાર ભણ્યો. ૧૪૨૮.
૨૦. ત્યારબાદ તેણે (શ્રીદેવે) તે જ મંદિરમાં જિનેશ્વર પરમાત્માની દૃષ્ટિ સમક્ષ વિધિપૂર્વક શ્રી નમસ્કાર મહામંત્રનો એક લાખ વાર જાપ કર્યો. ૧૪૨૯.
૨૧. જપ સંપૂર્ણ થયે છતે ખુશ થયેલ હેમપ્રભદેવે તે પુણ્યશાલી (શ્રીદેવ)ને અમોઘ વિજયા શક્તિને આપી. ૧૪૩૦.
1. ૨૨. તે (શ્રીદેવ) કામ્પિલ્યપુરમાં લઈ જવાયો અને પોતાના રાજ્યને વિષે સ્થાપન કરાયો, તેમ જ સમગ્ર રાજ્યમણ્ડલમાં મસ્તક ઉપર અભિષેકપણાને (રાજ્યાભિષેકને) પામ્યો. ૧૪૩૧.
૨૩. કામપુર નગરના રાજાએ પણ તેના સેવકપણાને ધારણ કર્યું. અરે જીવ ! શ્રી નવકારમંત્રનો મહિમા કોઈક અદ્ભુત છે. ૧૪૩૨.
જે કારણથી –
ઉપદેશ સપ્તતિ : ૧૮૪