________________
II ચોથો શ્રી ધર્મતત્ત્વાધિકાર II
“ઉપદેશ-૧”
હવે ચોથો શ્રી ધર્મતત્ત્વાધિકાર શરૂ કરાય છે –
શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલ ધર્મ સામાન્ય અને વિશેષના ભેદ વડે કરીને બે પ્રકારે છે. તેમાં પહેલા સામાન્ય ધર્મના અધિકારનું ઉદાહરણ છે – ૧. હે શ્રાવકો ! સવારે ઉઠીને શવ્યાનો ત્યાગ કરીને શ્રી નવકારમંત્રનું સ્મરણ કરો. જેથી શ્રી દેવની જેમ સઘળા ઈચ્છિતનો યોગ પહેલા તમને થાય. ૧૪૦૮.
૧. કપિલ્યપુર નામના નગરમાં શ્રી હર્ષ નામે રાજા હતો. સાક્ષાત્ કૃષ્ણની જેવી આકૃતિવાળો શ્રી દેવ નામે તેને પુત્ર હતો. ૧૪૦૯.
૨. એક દિવસ દિગ્યાત્રાને (બધી દિશાઓમાં વિજય મેળવવા) માટે સર્વ રાજાઓને જીતવાની ઈચ્છાવાળો રાજા સૈન્યના સમૂહ સાથે અચલ એવી પણ પૃથ્વીને ચલાયમાન કરતો ચાલ્યો. ૧૪૧૦. : ૩. દુઃખે કરીને જીતી શકાય એવો કામરૂપ નગરનો રાજા અને શ્રી હર્ષરાજા એ બંનેનું ઘણા સમય સુધી યુદ્ધ થયે છતે એકનો પણ જય ન થયો. ૧૪૧૧.
૪. યુદ્ધમાંથી દેવો વડે નિવારણ કરાયેલ શ્રી હર્ષરાજા પોતાના નગરમાં ગયો. - વૈરાગ્ય વડે પુત્રને રાજ્યમાં સ્થાપન કરીને પોતે પ્રવજ્યા ગ્રહણ કરી. ૧૪૧૨.
૫- મંત્રી વડે વારણ કરાયેલ પણ શ્રીદેવ પિતાના વૈરનું સ્મરણ કરતો તે રાજાને (કામરૂપ નગરના રાજાને) જીતવા માટે બલાત્કારે ચાલ્યો. ૧૪૧૩.
૬. ઘણા સમય સુધી યુદ્ધ થવા છતાં પણ વિજયી ન થયેલ, છિન્ન-ભિન્ન થઈ ગયું છે સૈન્ય જેનું એવો અલ્પબળવાળો તે (શ્રીદેવ) નાસી જઈને એક મોટા જંગલમાં ગયો. ૧૪૧૪.
ઉપદેશ સપ્તતિક ૧૮૨