________________
૪૫. (રાજા) પોતે તેને (ટોપીને) પાડવામાં ઘણા કાળ વડે પણ સમર્થ ન થયો. ત્યારબાદ ગુરુ ભગવંત વડે કાર્ય ગ્રહણ કરાયું તેથી પણ તે લોકો વડે લજ્જિત કરાયો અને હસાયો. ૧૪૦૨.
૪૬. બીજે દિવસે પણ એણે પાણીથી ભરેલા ઘડાને આકાશમાં સ્થાપન કર્યો અને ઘણો ગર્વ કર્યો. ૧૪૦૩.
૪૭. તે જ આચાર્ય ભગવંત વડે ઘડો પણ પ્રહાર કરીને ટુકડે-ટુકડા કરાયા. પરંતુ પોતાની વિદ્યા વડે પાણી ત્યાં જ સ્વસ્મિત કરાયું. ૧૪૦૪.
૪૮. તે ચમત્કારને જોઈને કોને વિસ્મય ન થાય ? એક તે ગુરુને મૂકીને (છોડીને) બીજા સર્વ લોકો ત્યારબાદ પોતપોતાના ઘરે ગયા. ૧૪૦૫.
૪૯. ઈત્યાદિ અનેક પ્રકારની શ્રેષ્ઠ પ્રભાવનાના સમૂહ વડે ફકીરને પણ બોધ પમાડ્યો. જેમણે ઘણા ઉપકારને કરનારા એવા સાતસો પ્રમાણ સ્તોત્રો અને ગ્રન્થો. ર. ૧૪૦૬.
૫૦. દૂર કર્યું છે સર્વ અજ્ઞાનરૂપી અંધકાર જેણે, શાસન પ્રભાવનાને કરનારા એવા શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મહારાજા સંઘનું કલ્યાણ કરો. ૧૪૦૭.
" I એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના ત્રીજા અધિકારમાં પાંચમો ઉપદેશ છે.
| I એ પ્રમાણે શ્રી પરમગુરુ-તપગચ્છનાયક-શ્રી સોમસુંદરસૂરિના ચરણકમલમાં હંસ સમાન મહોપાધ્યાય શ્રી ચારિત્રરત્નગણિના શિષ્ય પરમાણુરૂપ પંડિત
શ્રી સોમધર્મગણિ વિરચિત ઉપદેશ સપ્તતિકા ગ્રંથમાં
શ્રી ગુરુતત્ત્વ સ્વરૂપ ત્રીજો અધિકાર છે
ઉપદેશ સપ્તતિ ૧૮૧