________________
૩૬. આચાર્ય ભગવંતે તેને પણ કહ્યું. ડર નહીં - ધીરતાને ધારણ કર. ખરેખર સાધુ એવા અમે કોઈને પણ પીડા આપતા નથી. ૧૩૯૩.
* ૩૭. એ પ્રમાણે કહીને તે ઉપાશ્રયમાંથી પણ બહાર કઢાયો. કુતૂહલી એવા તેઓ વડે સાધુ વર્ગ ઘણા સમય સુધી ખુશ કરાયો. ૧૩૯૪.
૩૮. ત્યારબાદ આચાર્ય ભગવંતના ઉપદેશ વડે સૈન્ય અને સંઘ સહિત ફકીર શ્રી શત્રુંજય પર્વત પર ગયો. ૧૩૯૫.
૩૯. ત્યાં પૂર્વે કર્યા છે સંઘપતિના કાર્યો જેણે એવા રાજાને માટે આચાર્ય ભગવંતે રાયણ વૃક્ષને દૂધ વડે વરસાવ્યું. ૧૩૯૬.
- ૪૦. એ પ્રમાણે ગુરુ ભગવંતની સાથે ગિરનાર તીર્થની પણ યાત્રાને કરીને ઉત્સવ પૂર્વક તે ફકીર યોગિનીપુરમાં આવ્યો. ૧૩૯૭.
૪૧. હવે એક વખત સભામાં બેઠેલા ફકીર શ્રી આચાર્ય ભગવંતની સાથે ઈચ્છિત અર્થને સાધનાર પ્રિય વાર્તાલાપ કરતો હતો. ૧૩૯૮.
૪૨. ત્યારે તેને કોઈક ગુરુ ભગવંત મળ્યા. તેમણે ત્યાં ગુરુ ભગવંતે પોતાની - વિદ્યા વડે મસ્તક પર રહેલી ટોપિકાને આલંબન વિના આકાશમાં રાખી. ૧૩૯૯.
. ૪૩. આચાર્ય ભગવંતે લાકડીના પ્રહારની જેમ પોતાના રજોહરણ વડે તે ટોપિકાને ભૂમિ પર પાડી અને ફરીથી આકાશમાં સ્થાપન કરી. ૧૪00.
- ૪૪. આચાર્ય ભગવંતે તેને કહ્યું. જો તારી એ પ્રમાણેની કોઈ પણ શક્તિ હોય તો આને (ટોપિકાને) ભૂમિ પર પાડ અન્યથા મૌનને આચર. ૧૪૦૧.
—
ઉપદેશ સપ્તતિ ૧૮૦