________________
૯. તેના વડે (રાજા વડે) તલવાર વગેરે અસ્ત્રોના પ્રહારો કરાયા પણ તેના (બકરાના) અંગને લાગતા ન હતા. બખ્તરની જેમ ધારણ કરે છે. ૧૩૬૭.
* ૧૦. છત્રના દાંડામાં આને (મંત્રને) બાંધીને વળી તેની નીચે ઉંદરને સ્થાપના કરીને કુતૂહલી એવા તેણે (રાજાએ) બિલાડીને પ્રેરણા કરી. ૧૩૬૭.
૧૧. (બિલાડી) તેની દૃષ્ટિમાત્રથી ઉત્પન્ન થયેલ વૈરથી તેની (ઉંદરની) તરફ દડે છે. પરંતુ અહીં) પાસે રહેલાઓ વડે પ્રેરણા કરાયેલ પણ તેણી (બિલાડી) તેની છાયામાં આવતી નથી. ૧૩૬૮.
૧૨. એ પ્રમાણે બંને આશ્ચર્યને જોઈને બે યંત્રને તામ્રમય કરાવીને તેમાં એક યંત્રને તે રાજાએ પોતાની પાસે રાખ્યું. ૧૩૬૯.
૧૩. અને આ એક યંત્રને ગુરુ ભગવંતના ચરણોમાં ભેટ ધર્યો. ખરેખર સજ્જન પુરુષો ક્યારેય ઉપકારને ભૂલતા નથી. ૧૩૭).
૧૪. ત્યારથી માંડીને આ (રાજા) સ્થાનમાં - વાહનમાં - ઘરમાં - ગામમાં - સભામાં નિર્જન એવા વનમાં ક્યાંય પણ શ્રી ગુરુ ભગવંતનો ત્યાગ કરતો નથી. (અર્થાતું હંમેશાં તેમની સાથે જ રહે છે.) ૧૩૭૧.
૧૫. એક વખત ગુજરાતમાં જવાની ઈચ્છાથી ફકીરે ગામથી બહાર એક વડની નીચે પ્રસ્થાન કર્યું. ૧૩૭૨:
" ૧૭. શીતલ લીલા ઘાસવાળી છાયાવાળા વિશાલ તે વડવૃક્ષને વારંવાર નિહાળતા ફકીરે પોતાના હૃદયમાં રહેલ પ્રશ્ન ગુરુને પૂછ્યો. ૧૩૭૩.
૧૭. ઓ આચાર્ય ભગવંત ! આ વડનું ઝાડ સારું છે. તેના મનોભાવોને જાણનાર | તેઓએ પણ કહ્યું. જો તમારી ઈચ્છા હોય તો આ (વડ) સાથે ચલાવાય. ૧૩૭૪.
ઉપદેશ સપ્તતિ ૧૭૭