________________
“ઉપદેશ-૫”
૧. કલિયુગમાં પણ કેટલાક આચાર્ય ભગવંતો શ્રી જિનેશ્વર પરમાત્માના શાસનરૂપી ઘરમાં દીપક સમાન થયા. અહીં ભીલોના સ્વામીને પ્રબોધ કરનાર આચાર્ય શ્રી જિનપ્રભસૂરીશ્વરજીનું દૃષ્ટાંત છે. ૧૩૫૭.
૧. તેરસોને બત્રીસમેં વર્ષે રાજાઓને માન્ય, પ્રાપ્ત કર્યું છે પદ્માવતીદેવીનું વરદાન જેણે એવા આચાર્ય શ્રી જિનપ્રભસૂરીશ્વરજી થયા હતા. ૧૩૫૮.
૨. એક વખત તેઓ શ્રી યોગિનીપુરમાં ચાતુર્માસ રહ્યા. જ્યાં શ્રી પીરોજ ફકીર રાજા તરીકે શોભે છે. ૧૩૫૯.
૩. તેમણે એક વખત નગરની અંદર ઉપદ્રવ કરનાર મ્લેચ્છોને ડોક મરોડીને ફરીથી તેને સાજી કરવા આદિ વડે શિક્ષા કરી. ૧૩૬૦.
૪. જગતને વિસ્મય પમાડનાર અત્યંત મનોજ્ઞ એવા તેઓ રાજાથી માંડીને ગોવાળીયા સુધી (સર્વ લોકો) જગતમાં પ્રખ્યાત કીર્તિવાળા થયા. ૧૩૬૧.
૫. રાજા વડે તેઓ (આચાર્ય ભ.) બોલાવાયા. શ્રી જિનેશ્વર પરમાત્માના ધર્મની ઉક્તિપૂર્વક અવસરને ઉચિત વાક્યો વડે રોજ તેને ખુશ કરતા હતા. ૧૩૬૨.
૭. તે રાજા વડે વિજય નામના યંત્રની પરંપરાથી ચાલ્યો આવતો વિધિ પૂછાયો. તે આચાર્ય ભગવંતે તેને (રાજાને) જેવા તેવાને સમજી ન શકાય એવા યંત્રની વિધિ કહી. ૧૩૬૩.
૭. હે દેવ ! આ યંત્ર જેની પાસે હોય તેને દેવનું અસ્ત્ર લાગે નહીં અને રોષથી લાલ થયેલ (ક્રોધાયમાન) વૈરી હોતે છતે પણ પીડા ન કરે. ૧૩૬૪.
૮. રાજાએ એ પ્રમાણે પૂર્વે સાંભળેલ તે યંત્રને બનાવીને પરીક્ષાને માટે એક બકરાના કણ્ઠમાં (ગળામાં) બાંધ્યું. ૧૩૬૫.
ઉપદેશ સપ્તતિ ૧૭૬