________________
૨૧. અંબિકા, શ્રી નેમિનાથ પરમાત્માના શાસનમાં રક્ષા કરવાવાળી, વિનોને નાશ કરવાવાળી વ્યન્તરી દેવી થઈ. વળી સોમભટ્ટ તેનું વાહન થયો. ૮૯.
૨૨. તેના (અંબિકાના) આદેશથી સિંહના રૂપને કરતે છતે તેના ઉપર આરૂઢ થયેલી, મસ્તક ઉપર રહેલ જિનેશ્વર પરમાત્માની મૂર્તિવાળી (અંબિકા) ઈચ્છાપૂર્વક ક્રીડાને કરે છે. ૯૦.
૨૩. બહુશ્રુતો પાસેથી કાંઈક સાંભળીને અને કંઈક જોઈને બોધન કરનાર આ સમ્બન્ધ મારા વડે કથાના વિસ્તારની આદિમાં લખાયું. ૯૧.
૨૪. એ પ્રમાણે જિનેશ્વર પરમાત્માના ધ્યાનમાં પરાયણ અંબિકાના વૃત્તાંતને અવધારીને વિવેકને વિશેષ પ્રકારે ઈચ્છતા એવા, હે ભવ્ય પ્રાણીઓ ! હમેશાં જિનેશ્વર ભગવાનના ધ્યાનમાં લીન થાઓ. ૯૨.
|| એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના પ્રથમ અધિકારમાં સમ્યકત્વ ઉપર
ત્રીજો ઉપદેશ છે. એ
ઉપદેશ સપ્તતિ ૧૪