________________
૩૭. તેણે (શ્રીધર વ્યવહારીએ) સમ્યક્ત્વના ઉદ્યાપનમાં જાણે મુક્તિની વેલડીનાં ફળો ન હોય એવા સુવર્ણના ટંક (નાણું વિશેષ) અંદર મૂકાયેલા છે જેમાં એવા લાડવઓ દરેક ગામમાં મોકલ્યા. ૧૩૪૮. * ૩૭. તે પ્રમાણે જ તેણે (શ્રીધર વ્યવહારીએ) ચોથા બ્રહ્મચર્ય વ્રતના ઉધાપનમાં સારા પાંચ વર્ણવાળા રેશમી વસ્ત્રો મોકલ્યા. ૧૩૪૯.
૩૮.તે પ્રમાણે જ એણે (શ્રીધર વ્યવહારીએ) મંત્રીને માટે પોતાના માણસોની સાથે એક રેશમી વસ્ત્રને મોકલ્યું. તેઓ તેને (રેશમી વસ્ત્રને) લઈને આવ્યા. ૧૩૫૦.
૩૯. તેઓએ પણ મંત્રીને કહ્યું. હે દેવ ! બહાર પગલા કરો. તમે શ્રીધર વ્યવહારીએ મોકલેલ પહેરામણીને ધારણ કરો. ૧૩પ૧.
૪૦. મંત્રી વડે પત્ની કહેવાઈ. હે દેવી! શી રીતે ધારણ કરાશે ? તેણીએ પણ કહ્યું, સ્વામિનું ! તેની સમાન થઈને પહેરામણી ધારણ કરાય. ૧૩પર.
૪૧. ત્યાર બાદ શ્રી ધર્મઘોષસૂરીની પાસે બત્રીસ વર્ષ વાળા એણે શીલવ્રતને ગ્રહણ કર્યું. વળી (તેને) ઝાંઝણ એક જ પુત્ર છે. ૧૩પ૩.
૪૨. સોળ હજાર ટંક વડે તે પહેરામણીના પ્રવેશને કરાવીને તેણે સ્વયં તેને ધારણ કરી. ૧૩૫૪. - ૪૩. એ પ્રમાણે લાંબા કાળ સુધી અનેક સુફતો વડે અરિહંત પરમાત્માના શાસનમાં પોતાની લક્ષ્મીને ઉલ્લસિત (વ્યય) કરીને સૂર્યની જેમ અસ્તપણાને (મરણને) પામ્યો અને અનુક્રમે તે શિવપુરમાં (મોક્ષમાં) જશે. ૧૩પપ. '' ૪૪. જેણે વિમલાચલ તીર્થને વિષે સાત ગુણીયા આઠ (૭ X ૮ = ૫૯) છપ્પન પ્રમાણ સુવર્ણની ઘડીઓ (૧૦ મણનું માપ) નો વ્યય કરીને મુખ્યમાળાને ધારણ કરી અને રાજાઓને માન્ય જેણે કપૂરને માટે જમણા હાથને સંયોજિત કર્યો (જોડ્યો) એવો તેનો પુત્ર તે શ્રી ઝાંઝણદે કયા પુરૂષોને તે વખાણવા લાયક ન હોય ? ૧૩૫૬. છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના ત્રીજા અધિકારમાં ચોથો ઉપદેશ છે. એ
ઉપદેશ સપ્તતિ ૧૭૫