________________
૨૭. જે (પેથડમંત્રી) બે ગાઉ પ્રમાણ ક્ષેત્રમાં સાધુ ભગવંતનો યોગ હોતે છતે તેમની પાસે ઉપક્રમ વડે – સામે જઈને પ્રતિક્રમણ કરતો હતો. ૧૩૩૯.
૨૮. ચાર યોજન પ્રમાણ ક્ષેત્રમાં ગીતાર્થ ગુરુનો યોગ હોતે છતે પાક્ષિક પ્રતિક્રમણ તેમની નિશ્રામાં કરતો હતો. અહો !સાધુને વિષે ભક્તિનું અનુરાગીપણું (કેવું અદ્ભુત છે ?) ૧૩૪૦.
૨૯. એક વખત પુષ્પની ગોઠવણને જાણનાર પોતાની પીઠની પાછળ રહેલ પુષ્યને અર્પણ કરનાર વ્યક્તિથી યુક્ત તે મંત્રી ઘરમાં રહેલ પ્રતિમાની પૂજા કરતો હતો. ૧૩૪૧.
૩૦. તેટલામાં રાજા ત્યાં આવ્યો. તેની (મંત્રીની) પરીક્ષા કરવામાં ઉદ્યમવાળો તે રાજા પુષ્પને અર્પણ કરનાર વ્યક્તિને ઉઠાડીને ગુપ્ત રીતે (મંત્રીને ખબર ન પડે તેવી રીતે) બેઠો. ૧૩૪૨.
૩૧. જિનેશ્વર પરમાત્મા તરફ જ સ્થાપના કરી છે દૃષ્ટિ જેણે એવા એકાગ્ર ચિત્તવાળા મંત્રી વડે પુષ્પને ગ્રહણ કરવા માટે પોતાનો હાથ પાછળ કરાયો (ફેલાવાયો). ૧૩૪૩.
: ૩૨. તેટલામાં બીજા બીજા પુષ્પો અર્પણ કરવાથી રાજા તેના વડે (મંત્રી વડે) જણાયો. તમે અહીં ક્યાંથી ? એ પ્રમાણે કહીને આશ્ચર્ય પામેલ ચિત્તવાળો મંત્રી જેટલામાં જલ્દી ઉઠે છે. ૧૩૪૪.
૩૩. તેટલામાં રાજાએ કહ્યું તું ઉતાવળ ન કર. સ્વસ્થતાને ભજ. ત્યારબાદ 'પૂજા સમાપ્ત કરીને એણે (મંત્રીએ) રાજાની સાથે વાર્તાલાપ કર્યો. ૧૩૪૫.
* ૩૪. તું ધન્ય છે કે જેની જિનેશ્વર પરમાત્માના પૂજનમાં આવા પ્રકારની દઢતા (એકાગ્રતા) છે એ પ્રમાણે સ્તુતિ કરીને રાજા ગયો. તેણે (મંત્રીએ) પણ ભોજન વિગેરે કર્યું. ૧૩૪૬.
૩૫. એક વખત સ્તંભન (ખંભાત) તીર્થમાં શ્રીધર વ્યવહારી વડે સમ્યક્ત્વ અને બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરાયો. ૧૩૪૭.
ઉપદેશ સપ્તતિ ૧૭૪