________________
૧૮. તે (પેથડ મંત્રીનો સંઘ) અને દિગમ્બર સંઘ બંને એકી સાથે ગિરનાર તીર્થમાં આવ્યા. તીર્થને પોતાનું કરવામાં તે બંને સંઘનો વિવાદ થયો. ૧૩૩૦.
૧૯. બંને સંઘની ઈન્દ્રમાળને જે ધારણ કરશે તે સંઘપતિ થશે. તેનું આ તીર્થ થશે. એ પ્રમાણે સ્થવિરોએ કહ્યું. ૧૩૩૧.
૨૦. ત્યારે શ્રેષ્ઠ પુણ્યવાળા પેથડ મંત્રીએ એકાએક ઉઠીને ઈન્દ્રમાળને ધારણ કરી અને તીર્થને પોતાનું (શ્વેતામ્બરનું) કર્યું. ૧૩૩૨.
૨૧. તેના વડે (પેથડ મંત્રી વડે) ત્રણ ગુણીયા સાત (૩x ૭ = ૨૧) એકવીશ પ્રમાણ સુવર્ણની ઘડીઓ (એક જાતનું માપ) વ્યય કરાઈ. અહો ! ઉચ્ચપદની પ્રાપ્તિ માટે પુરુષોની તૈયારી કેવા પ્રકારની હોય ? ૧૩૩૩.
૨૨. નીચે જવાની ઈચ્છાવાળા કૃપણો ધનને નીચે ફેંકે છે (દાટે છે) ઉંચા પદને ઈચ્છનારા સજ્જનો મોટા મંદિર વગેરે કાર્યમાં ધનને આપે છે. ૧૩૩૪.
૨૩. એ પ્રમાણે તે (પેથડમંત્રી) યાત્રા વડે અગ્યાર લાખ દ્રવ્યનો વ્યય કરીને માંડવગઢના કિલ્લામાં આવ્યો અને) રાજા વડે બહુમાન કરાયો. ૧૩૩૫.
૨૪. જેણે માંડવગઢના કિલ્લામાં રહેલા શ્રી જિનેશ્વર પરમાત્માના ત્રણસો , મંદિરમાં પોતાના પ્રતાપની જેમ ઉજ્જવલ એવા સુવર્ણ કલશોને સ્થાપન કર્યા. ૧૩૩૬.
૨૫. પોતાના યશના સમૂહની જેમ શ્રી શત્રુંજય વગેરે તીર્થ સ્થાનોમાં સાત ગુણીયા બાર (૭ x ૧૨ = ૮૪) ચોરાશી પ્રમાણ મંદિરો કરાવ્યા. ૧૩૩૭.
૨૯. જેણે (પેથડમંત્રીએ) શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજાનો પ્રવેશ મહોત્સવ બહોતેર હજાર ટંક વડે કરાવ્યો. ૧૩૩૮.
ઉપદેશ સપ્તતિ ૧૭૩