________________
૯. અરે ! જો તું પહેલા ગયો હોત (તો) અહીં તું જ રાજા થાત. હમણાં તું જશે તો તેના જેવા સ્વરૂપને ભજનાર (મંત્રી) થઈશ. ૧૩૨૧.
૧૦. તેના વડે અત્યંત ઉત્સાહિત થયેલો તે નગરની અંદર આવ્યો. (અને) અનુક્રમે સારંગદેવ રાજાના મંત્રીપદને ધારણ કર્યું. ૧૩૨૨.
૧૧. ત્યારબાદ મંત્રી પદને ધારણ કરનારો પણ પોતાના નિયમનો ત્યાગ કરતો નથી. પાણીનું પૂર આવતે છતે પણ શું સાગર મર્યાદાને મૂકી દે ? ૧૩૨૩.
૧૨. એક પાનબીડા સિવાય બધાં સચિત્તનો ત્યાગ કર્યો. અન્યથા (જો પાનબીડાનો પણ ત્યાગ કરે તો તેના હોઠ લાલ ન થાય. હોઠ લાલ હોવા એ શોભારૂપ મનાય માટે) રાજાની સભામાં શોભા વિનાનું તેનું મુખ થાય. ૧૩૨૪.
૧૩. જ્યારે પાલખીમાં આરૂઢ થયેલ તે મંત્રી રાજસભામાં જાય છે ત્યારે તે મંત્રી ઉપદેશમાલાની એક ગાથાને ભણે છે (શીખે છે). ૧૩૨૫.
. ૧૪. રાજ્યના કાર્યમાં પરોવાયેલો હોવાથી તેને ગાથા-શીખવાનો બીજો સમય મળતો નથી. પાલખીમાં બેઠો હોય ત્યારે આ (મંત્રી) વિચારના અભાવવડે નિર્ચાપાર (કાર્યરહિત) હોય છે. ૧૩૨૬.
૧૫. એ પ્રમાણે કેટલાક દિવસો વડે તેને (ઉપદેશમાલા ગ્રંથને) પૂર્ણ ભણ્યો. - અહો ! તેનો જ્ઞાન પ્રત્યેનો ઉદ્યમ કોને વિસ્મય ન પમાડે ? ૧૩૨૭.
* ૧૦. એ પ્રમાણે પેથડદે મંત્રીએ રાજાની પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરીને, તે પ્રતિષ્ઠા હોતે છતે તેના વડે (મંત્રી વડે) ધર્મ પણ પ્રાપ્ત કરાયો. તે આ પ્રમાણે - ૧૩૨૮.
૧૭. એક વખત પેથડ મંત્રી સાત લાખ મનુષ્યોની સાથે બાવન જિનાલય યુક્ત બે તીર્થની યાત્રાને માટે ચાલ્યો. ૧૩૨૯.
~
ઉપદેશ સપ્તતિ ૧૭૨