________________
“ઉપદેશ-૪” ૧. “સાધર્મિક પ્રત્યે શ્રદ્ધા, ગુરુની ભક્તિ, તીર્થની ઉન્નતિ પરિગ્રહ વિગેરેથી નિવૃત્ત (ત્યાગ) પેથડદેવને આ ગુણો જેવા હતા, તેવા બીજાઓમાં નથી. ૧૩૧૨.
૧. વિદ્યાપુરમાં શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજા પાસેથી શ્રી જિનેશ્વર પરમાત્માના ધર્મને સ્વીકાર કરનાર નિર્ધન એવો પેથડ નામનો વેપારી વસે છે. ૧૩૧૩.
૨. એક વખત તેમની પાસે જેટલામાં આ (પેથડ) પરિગ્રહ પ્રમાણ (નામના પાંચમા વ્રત)માં પોતાને માટે પાંચસો દ્રમ્મનો નિયમ લે છે (અર્થાત્ પોતાને માટે પાંચસોથી વધારે ન રાખવા એમ નિયમ લે છે.) ૧૩૧૪.
૩. તેટલામાં તેનું ભાગ્ય તીવ્ર (તેજસ્વી) જાણીને ગુરુ ભગવંત વડે નિષેધ કરાયો. હે ભદ્ર ! તારા વ્રતનો ભંગ ન થાય તે પ્રમાણે કાર્ય કર. ૧૩૧૫.
૪. મારું આટલું ભાગ્ય ક્યાંથી હોય કે જેથી હું ઋદ્ધિવાળો થાઉં તો પણ પાંચ લાખથી અધિક તો મારે ન કલ્પ. ૧૩૧૬.
: ૫. “હે વત્સ! તું ધનવાન થશે. જે કારણથી તારું ભાગ્ય મહાન છે' એ પ્રમાણે સાંભળીને શ્રી ગુરુ ભગવંતને નમસ્કાર કરીને તે પોતાના ઘરે ગયો. ૧૩૧૭.
- ૬. એક દિવસ ત્યાં દુષ્કાળ થવાથી નિર્વાહનો પણ અસંભવ હોતે છતે સ્કૂલ શરીરવાળી ભાર્યા સહિત (તેણે) માલવદેશ તરફ પ્રસ્થાન કર્યું. ૧૩૧૮.
૭. એટલામાં તે અનુક્રમે માલવાના કિલ્લાના દ્વારમાં આવ્યો. તેટલામાં સર્પના મસ્તક પર રહેલી ચકલીએ ડાબો સ્વર કર્યો. (અર્થાત્ ડાબી બાજુથી બોલી). ૧૩૧૯.
૮. તે ચમત્કારને જોઈને ભયવાળો તે જેટલામાં વિલંબ કરે છે (અટકે છે) તેટલામાં કોઈક શાસ્ત્રના જાણકારે પણ કહ્યું - હે વેપારી! તું ભોળો છે. ૧૩૨૦.
ઉપદેશ સપ્તતિ ૧૭૧