________________
૨૫. મેલા અંતરવાળા - લોકવ્યવહારથી વિમુખ - પ્રાય: પશુ જેવા આ પોતાના અને પારકા વ્યક્તિને પણ જાણતા નથી. ૧૩૦૩.
૭. વિગેરે ઘણા સંકલ્પોને હૃદયમાં વિચારીને શિલાના તળિયે કોઈક સ્થાને નિર્દયતાપૂર્વક તે કૂપિકાને જોશથી ફોડી. ૧૩૦૪. '
- ૨૭. એક ક્ષણ પછી આખી શિલા સુવર્ણમય થઈ. કુતૂહલપૂર્વક અને ખેદપૂર્વક ફરીથી તે યોગીએ એ પ્રમાણે વિચાર્યું. ૧૩૦૫.
૨૮. અહો ! શ્રી ગુરુપાદોનો પ્રભાવ કંઈક નવીન જ છે કે જેમના મળ-મૂત્ર વિગેરે પણ સુવર્ણ કરનારા છે. ૧૩૦૬.
૨૯. અહો ! તપની શક્તિ કેવી ? અરે શરીર ! ભાગ્યનો વૈભવ પણ કેવો? કે સુવર્ણ પુરુષની જેમ જેમનું આ સઘળું શરીર પણ સુવર્ણમય છે. ૧૩૦૭.
૩૦. મારા વડે હજારો કષ્ટો સહન કરવાપૂર્વક રસની સિદ્ધિ કરાય છે જ્યારે તે સિદ્ધિ સ્વભાવથી એમના શરીરમાં જ રહેલી છે. ૧૩૦૮.
. ૩૧. એ પ્રમાણે જાણીને, યુગમાં ઉત્તમ એવા તે ગુરુભગવંતની સન્મુખ આવીને નમસ્કાર કરીને તે યોગીરાજે પોતાના અપરાધને ખમાવ્યો. ૧૩૦૯.
૩૨. ત્યાર બાદ નાગાર્જુન યોગીએ લાંબા કાળ સુધી વંદન-સ્તુતિ વિગેરે વડે તે ગુરુ ભગવંતને કલ્પવૃક્ષની જેમ આરાધ્યા. ૧૩૧૦.
૩૩. એ પ્રમાણે જે મનુષ્યો કલ્પલતાની જેમ ગુરુભક્તિને આરાધે છે, તેઓને સઘળા ઈષ્ટ પદાર્થોની સિદ્ધિ શીધ્ર પ્રાપ્ત થાય છે. ૧૩૧૧.
છે એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના ત્રીજા અધિકારમાં ત્રીજો ઉપદેશ છે. તે
ઉપદેશ સપ્તતિ ૧૭૦