________________
૧૬. સ્વજનના હાથથી કાચની કુપીમાં તે રસને ભરીને તેઓને જ (ગુરુદેવને જ) પોતાની ભક્તિથી ભેટણું કરાયું. ૧૨૯૪.
૧૭. આચાર્ય ભગવંતે પણ નમેલા મસ્તકવાળા તે વ્યક્તિને કહ્યું, હે વત્સ ! આ ભેટલું શું છે ? કોના વડે મોકલાવાયું છે ? તું કહે. ૧૨૯૫.
૧૮. તેણે પણ કહ્યું કે પ્રભો ! નાગાર્જુન વડે ત્રણ લોકમાં દુર્લભ એવો સુવર્ણને સિદ્ધ કરનાર આ રસ ભેટણું કરાયો છે. ૧૨૯૬.
૧૯.
તે વ્યક્તિને કહ્યું, મારા શિષ્યની કૃતજ્ઞતા છે કે જેના વડે એ પ્રમાણે નવીન બનાવેલો આ રસ (મને) ભેટ કરાયો. ૧૨૯૭.
૨૦. પરંતુ અમે બાહ્ય અને અભ્યન્તર પરિગ્રહનો ત્યાગ કરેલ છીએ. ઘાસ અને સુવર્ણને વિષે સમાન સ્પૃહાવાળા અમે મનથી પણ આ રસને ઈચ્છતા નથી. ૧૨૯૮.
૨૧. અનર્થના હેતુભૂત આના વડે શું ? આ ભોળા સ્વભાવવાળો અમારા આચારને પણ જાણતો નથી. એ પ્રમાણે મનમાં વિચારીને - ૧૨૯૯.
૨૨. આચાર્ય ભગવંતે રાખની કુંડી મંગાવીને તે રસને તેમાં નાખ્યો અને તે કુંડીને પોતાના મૂત્ર વડે ભરી. ૧૩૦૦.
૨૩: તે વૃત્તાંતને જણાવવા પૂર્વક તે કૂપિકા તેને (નાગાર્જુનના માણસને) અર્પણ કરી. કૂપિત મનવાળો તે (વ્યક્તિ) નાગાર્જુનની પાસે ગયો. ૧૩૦૧.
૨૪. તેના વડે તે વૃત્તાંત જણાવાયે છતે યોગી ક્રોધ વડે લાલ આંખવાળો થયો. અહો ! એઓનો વિવેક કેવા પ્રકારનો છે ? અહો ! ઉપકારનો બદલો (કેવા પ્રકારનો છે ?) ૧૩૦૨.
ઉપદેશ સપ્તતિ ૧૬૯