________________
“ઉપદેશ-૩” ૧. સમ્યગુ પ્રકારે હૃદયની શુદ્ધિ વડે સેવાયેલા છે શ્રી ગુરુના ચરણકમળો એવા ગુરુભગવંતો ખુશ થાય છે. અહીં યોગી એવા નાગાર્જુનનું દષ્ટાંત છે. ૧૨૭૭.
૧. વિદ્યાધર નામના પવિત્ર ગચ્છમાં પ્રખ્યાત કીર્તિવાળા શ્રી પાદલિપ્તનામે મુખ્ય આચાર્ય થયા. ૧૨૭૮.
૨. જેમના બાલ્યકાળમાં પ્રસન્ન થયેલા શ્રી ગુરુભગવંતે એક ગાથા વડે આકાશ ગામિની પાદલપ નામની વિદ્યાને આપી. ૧૨૭૯.
અને આ ગાથા -
૧. તાંબા જેવી લાલ આંખો છે જેની, પુષ્પ જેવી દાંતની પંક્તિ છે જેની, એવી નવી પરણી આવેલી વધૂએ ચમચા વડે મને નવા ચોખાની અપુષ્મિત નહીં બગડેલી) કાંજી આપી. ૧૨૮૦.
૩. તેઓએ શત્રુંજય - અષ્ટાપદ - ગિરનાર - આબુ- સમેતશિખર પર્વત એમ : શ્રેષ્ઠ એવા પાંચ તીર્થને વિષે રહેલા જિનેશ્વર પરમાત્માને તે સમ્યગુ વિદ્યા વડે નમસ્કાર કરીને ભોજન કર્યું. અન્યથા નહીં. ૧૨૮૧. - ૪. સઘળી વિગઈઓનો ત્યાગ હોવાથી ચોખાના ઓસામણ સહિત માત્ર ભાત જ ગ્રહણ કરતા જેઓને અનેક લબ્ધિઓ થઈ. ૧૨૮૨.
. ૫. એક વખત વિદ્યાના અભ્યાસને સારી રીતે ગ્રહણ કરવાની ઈચ્છાવાળા નાગાર્જુન યોગીએ કપટ વડે શ્રાવક થઈને ગુરુના ચરણોને સેવ્યા. ૧૨૮૩.
૬. એ હંમેશાં ગુરુના ચરણોમાં વંદન કરે છે, પ્રાપ્ત કરેલા લક્ષ વડે (લક્ષગુણ વડે) સુંઘતા જ ઔષધોને પણ જાણે છે. ૧૨૮૪.
ઉપદેશ સપ્તતિ ૧૬૭