________________
૩૩. વંદન કરતા-કરતા વચ્ચે થાકી ગયેલા બીજા રાજાઓએ તેઓને (મુનિ ભગવંતોને) વંદન ન કર્યું. વળી વીરે સ્વામીની (કૃષ્ણ મની) પ્રત્યે ભક્તિ હોવાથી અંત સુધી (કૃષ્ણ મહારાજાએ વંદન કર્યું ત્યાં સુધી) વંદન કર્યું. ૧૨૭૧.
૩૭. ત્રણસો સાઠ યુદ્ધમાં પણ મને જેટલો થાક ન લાગ્યો તેટલો થાક મને આજે લાગ્યો. હે ભગવન્! આને ફલ થશે ? ૧૨૭૨.
૩૮. એ પ્રમાણે કૃષ્ણ વડે પૂછાયું. પ્રભુએ કહ્યું. હે કૃષ્ણ ! તારા વડે ચાર નરક દૂર કરાઈ. અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરાયું. ૧૨૭૩.
૩૯. વીરના ફલ પ્રશ્નમાં (વીરને શું ફલ થશે એ પ્રમાણે પૂછે તો) તું ખુશ થશે તો આપશે માટે વંદન કર્યું છે. આના વડે (વીર વડે) તારી ભક્તિથી જ વંદન કરાયું પણ ભાવથી પોતાના હૃદયના ભાવથી) નહીં. ૧૨૭૪.
૪૦. વગેરે બીજુ પણ શ્રીનેમિનાથ પરમાત્માને પૂછીને તેમને પ્રણામ કરીને કૃષ્ણ અને બીજા પણ લોકો અનુક્રમે પોતપોતાના ઘરે ગયા. ૧૨૭૫.
૪૧. દ્રવ્ય અને ભાવથી વંદન કરવાથી એ પ્રમાણે (તેને) ફળની પ્રાપ્તિ થાય છે તે માટે આ દૃષ્ટાંત કહેવાયું છે. તેથી ગુણદોષમાં વિવેક કરવા દ્વારા ગુરુના ચરણકમલ યુગલમાં વંદન કરો. ૧૨૭૬.
II એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના ત્રીજા અધિકારમાં બીજો ઉપદેશ છે. |
ઉપદેશ સપ્તતિ ૧૬૬