________________
૯. એક વખત પોતાની માતા વડે શિખાવાયેલી કોઈક પુત્રીએ કહ્યું “હું દાસી થઈશ' તેથી કૃષ્ણ મનમાં વિચાર્યું. ૧૨૪૪.
૧૦. ખરેખર આ ભોળી કોઈના પણ વડે શિખાવાયેલી છે. હું આને તે પ્રમાણે કરીશ કે જેથી બીજી પણ (પુત્રી) એ પ્રમાણે ન કહે. ૧૨૪૫.
૧૧. તેને શ્રેષ્ઠ સેવક એવો વીર નામનો શાલાપતિ છે. કૃષ્ણ બાલ્યકાળથી પણ હાસ્યકર એવા તેના (વીરના) સંપૂર્ણ વૃત્તાંતને જાણે છે. ૧૨૪૬.
૧૨. તેને પુત્રી આપવાને ઈચ્છનારા કૃષ્ણ તેના (વીરના) હલકા પણ વૃત્તાંતને ઉંચે લઈ જતા (વધારે ચઢીયાતું બતાવતા) સ્તુતિરૂપે સભાની આગળ કહ્યું. ૧૨૪૭. * . .
૧૩. હે હે સભાજનો ! જુઓ, આ વર શ્રેષ્ઠ પરાક્રમવાળો છે. આના વિશાળ પરાક્રમને હું કહું છું તે તમે સાંભળો. ૧૨૪૮.
૧૪. લોટા (કલસ) ઉપર વસતી માખીઓની સેના જેના વડે ડાબા હાથથી 'ઉડાવાઈ તેથી ક્ષત્રિય કહેવાયો. ૧૨૪૯.
- ૧પ. બોરડીના વનમાં વસતો લાલ ફણાવાળો એવો નાગ જેના વડે પૃથ્વી ઉપર હાથ વડે કરીને મરાયો તેથી ક્ષત્રિય કહેવાયો. ૧૨૫૦.
૧૭. કલુષિત પાણીને વહન કરતી ચક્ર વડે ખોદાયેલી ગંગા જેનાથી ડાબા પગ વડે ધારણ કરાઈ તે વીર નામે (આ) ક્ષત્રિય છે. ૧૨૫૧.
૧૭. તે આવા પ્રકારનો શ્રેષ્ઠ પરાક્રમી પરણવા યોગ્ય કન્યાને યોગ્ય આ વર દેખાય છે, બીજો નહીં. જે મને હૃદયને વિષે રૂચે છે. ૧૨૫૨.
ઉપદેશ સપ્તતિ ૧૬૩