________________
“ ઉપદેશ-૨૦
૧. જે શ્રીમદ્ ગુરુ ભગવંતના ચરણોમાં વિનયપૂર્વક ભાવથી વંદન કરે છે તેને ઉચ્ચપદ દુર્લભ થતું નથી. તે માટે અહીં કૃષ્ણનું દૃષ્ટાંત અપાય છે. ૧૨૩૫.
૧. સમુદ્રને દૂર કરીને કુબેર વડે નિર્માણ કરાયેલી દેવોની નગરી સમાન દ્વાર વતી (દ્વારિકા) નામની જે નગરી છે. ૧૨૩૬.
૨. તેમાં કંસ, કૈટભ, ચાણુર, જરાસંઘ વગેરે શત્રુઓને જીતનાર (પ્રતિવાસુદેવ વગેરે શત્રુઓને જીતનાર) અંતિમ વાસુદેવ રાજ્યની સંપત્તિને ભોગવે છે. ૧૨૩૭.
૩. જેના ક્ષાયિક સમ્યકત્વ, બીજાના દોષો ન કહેવા અને અન્યાયથી યુદ્ધ ન કરવું” એ લોકોત્તર ગુણો છે. ૧૨૩૮.
૪. જે કોઈ પણ પુત્ર દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છાવાળા હોય, તો તેના વડે તેનો નિષેધ કરાતો નથી, વળી પુત્રીના વિવાહમાં આનો (પરણવું કે દીક્ષા લેવી એમ) નિર્ણય લેવાય છે. ૧૨૩૯.
પૃ. જ્યારે પુત્રી વિવાહને યોગ્ય (ઉંમરવાળી) થાય ત્યારે તેની માતા (આભૂષણો વગેરેથી) વિભૂષિત કરીને સભાની અંદર મોકલે છે. કૃષ્ણ પણ તેણીને પૂછે છે. ૧૨૪૦.
૬. હે પુત્રી ! શું તું રાણી થશે કે દાસી ? એ પ્રમાણે કહે. જો પુત્રી રાણી થવાનું કહે તો તેણીને તપસ્યાને (દીક્ષાને) અપાવે છે. ૧૨૪૧.
૭. મોટા ઉત્સવની પરંપરાને કરે છે અને બીજાઓ વડે કરાવે છે. જે કારણથી શ્રમણપણું તત્ત્વથી (ખરેખ૨) ઈન્દ્રના રાજ્યથી પણ અધિક છે. ૧૨૪૨.
૮. જો (પુત્રી) દાસી થવું છે એમ કહે તો તેને (પુત્રીને) તેણીની માતાના ઘરમાં જ મોકલે છે અને તે જ (માતા જ) તેનું (પુત્રીનું) વિવાહ વગેરે કરે છે. ૧૨૪૩.
ઉપદેશસપ્તતિ ૧૬૨