________________
તે (વિજય શ્રેષ્ઠી) તેઓમાં (નૃત્ય ગાનાદિમાં) વિશેષ પ્રકારે રસિક હોવા છતાં પણ તે (તેલથી સંપૂર્ણ ભરેલ) પાત્રમાં જ નાંખેલી દષ્ટિવાળો બન્ને બાજુ રાજા વડે ખુલ્લી તલવાસ્લઈને નિયુક્ત કરાયેલા સુભટો વડે કરાતા અનેક પ્રકારના ભયવાળા વચનોથી (એક ટીપું પણ પાત્રમાંથી બહાર પડશે તો હમણા મારી નાંખીશ, હમણા મારી નાખીશ) બીવડાવતા આખા નગરમાં ભમાવીને લવાયો. રાજાએ પણ થોડું હસીને તેની (શ્રેષ્ઠીની) પ્રતિ કહ્યું, અરે ! અત્યંત ચંચલ એવી ઈન્દ્રિયો મન વગેરે તમારા વડે શી રીતે રોકાયા?તેના વડે કહેવાયું, હે સ્વામી !મરણના ભય વડે (ભય વડે). રાજાએ કહ્યું, જો એક ભવમાં જીવવા માટે તારા વડે અપ્રમાદ સેવાયો, તો અનંત સંસારમાં મરણથી ડરનારા સાધુઓ વગેરે શી રીતે પ્રમાદને કરે ? હે શ્રેષ્ઠિ રાજ ! હિતકારી વચનને સાંભળ -૧૨૩૦.
૧. જે વિસ્તારપૂર્વક વિકથા કરે છે, જે અધમ (દુષ્ટ) એવા વિષયોમાં અભિમાન કરે છે. (મોહિત થાય છે, જે સુતેલા મદોન્મત્ત માણસની જેમ ખરાબ ચેષ્ટા કરે છે, જે ગુણ અને દોષના ભેદને જાણતો નથી. ૧૨૩૧. - ૨. વળી નરક વગેરે યોનિઓમાં પોતાના હિતને કોઈ કહે તો પણ જે ક્રોધ કરે છે લોકમાં આ સઘળા દુષ્ટ આત્માઓ છે, તે તેમના પ્રમાદરૂપી ખરાબ શત્રુઓની લીલા છે. ૧૨૩૨.
૩. તેથી પ્રમાદ ન કર, જિનેશ્વર પરમાત્માની પૂજા કર, ગુરુને ભજ, છે આવશ્યકની વિધિનું પાલન કર, સંસારરૂપી કૂવામાં નહીં પડ વગેરે તેની (રાજાની) શિખામણ વડે પ્રતિબોધ કરાયેલ આ શ્રેષ્ઠી સાચો શ્રાવક થયો. ગુરુના ગુણોનું (કીર્તન) વર્ણન કરવામાં તત્પર, ઘણા લોકો પર કર્યો છે ઉપકાર જેણે એવા પદ્રશેખર રાજાએ પણ અનુક્રમે સદ્ગતિને પ્રાપ્ત કરી. ૧૨૩૩.
૧. હે ભવ્ય પ્રાણીઓ ! કદાગ્રહને કાઢવામાં એક મંત્ર સમાન શ્રી પધશેખર રાજના સચ્ચરિત્રને એ પ્રમાણે સાંભળીને સમ્યજ્ઞાન દર્શન - ચારિત્રથી યુક્ત શ્રી ગુરુ ભગવંતના શ્રેષ્ઠ (ઉત્તમ) ગુણોની પ્રશંસા કરો. ૧૨૩૪.
/ એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના ત્રીજા અધિકારમાં પ્રથમ ઉપદેશ છે.
—
ઉપદેશ સપ્તતિ ૧૬૧