________________
વગેરે શ્રી ગુરુના ઘણા ગુણોનું વર્ણન કરવાથી તેના વડે (પદ્મશેખર રાજા વડે) લોક ધર્મમાં સ્થાપન કરાયો અર્થાતુ લોકો ધર્મને વિષે શ્રદ્ધાવાળા કરાયા. પરંતુ નાસ્તિક (પસ્લોક વગેરેને નહિ માનનાર) મતને અનુસરનારો વિજય નામનો એક વેપારી એ પ્રમાણે કહે છે. પોતપોતાના માર્ગે જનારી ઈન્દ્રિયોને રોકવી એ દુઃશક્ય છે. (મુશ્કેલીથી રોકી શકાય છે, માત્ર આત્માનું શોષણ કરવું એ જ તપ છે. સ્વર્ગ અને અપવર્ગ (મોક્ષ) કોના વડે જોવાયા છે ? અને કહ્યું છે કે – ૧૨૨૩.
૧. આ કામો (ભાગો) હાથમાં આવેલા (પ્રાપ્ત થયેલા) છે. કાળ અનાગત છે વળી પરલોક છે કે નહિ ? કોણ જાણે છે. ૧૨૨૪.
૨. તેથી આ તપ કાંઈ કામનું નથી. એ પ્રમાણે ઉપદેશ આપવાથી) તેના વડે ઘણા લોકો છેતરાયા. એ પ્રમાણે તે બન્ને (પાશેખર રાજા અને વિજય વેપારી) પણ જાણે પ્રત્યક્ષ સદ્ગતિ અને દુર્ગતિના માર્ગની જેમ થયા. એક વખત તે વૃત્તાન્તને જાણીને રાજા વડે ગુપ્ત રીતે પોતાના માણસો પાસે તેના ઘરમાં લાખ રૂપિયાના મૂલ્યવાળો એક હાર તેની આભૂષણની પેટીમાં મૂકીને નગરમાં ઘોષણા કરાઈ. “જે માણસ રાજાના ગયેલા હારને હમણા બતાવશે તેને સજા નહીં થાય, વળી પાછળથી જેના ઘરમાંથી મળશે તેને (રાજા) દંડ કરશે” વગેરે. એટલામાં કોઈ પણ વ્યક્તિ સ્વીકારતું નથી. તેટલામાં બધાના ઘરને શોધવાપૂર્વક તેનું પણ ઘર શોધાયું અને હાર મળ્યો. રાજાના માણસો વડે શ્રેષ્ઠી ધારણ કરાયો (પકડાયો). રાજાની પાસે લવાયો. આદેશ કરાયો આ બિચારો વધ કરવા યોગ્ય છે અને કોઈ પણ તેને છોડાવતું નથી. સ્વજનો :વિગેરે ઘણું કહેતે છતે રાજા કહે છે - ૧૨૨૫.
૧. જો મારી પાસેથી તેલથી સંપૂર્ણ ભરેલા પાત્રને ગ્રહણ કરીને એક બિંદુ - (ટીપું) પણ નહીં ઢોળતો આખા નગરમાં ભમીને ફરીથી મારી આગળ સ્થાપન કરે. ૧૨૨૬.
૨. જો એ પ્રમાણે કરે તો આને મુક્ત કરાય અન્યથા નહીં. .' મરણના ભયથી તેના વડે (શ્રેષ્ઠી વિજય વડે) તે પણ સ્વીકારાયું - ૧૨૨૭. - ૧. ત્યાર પછી સુંદર પ્રકારના વાજિંત્ર, ઢોલ, વીણા, વેણું ઉંચામાં ઉંચા હર્ષવાળા શબ્દો કરવા એમ પદ્મશેખર રાજા વડે આખા નગરમાં જણાવવામાં આવ્યું. ૧૨૨૮.
૨. અતિ સુંદર રૂપ અને લાવણ્યવાળી, સારા વેષવાળી વેશ્યાઓના વિલાસથી યુક્ત સર્વ ઈન્દ્રિયોને સુખકારી એવા પગલે-પગલે સેંકડો નાટક રાજા વડે બતાવાયા. ૧૨૯.
7
ઉપદેશ સપ્તતિ ૧૬૦