________________
ત્રીજો ગુરુતત્ત્વાધિકાર
ઉપદેશ-૧” ૧. હવે ત્રીજો ગુરુ તત્ત્વાધિકાર શરૂ કરાય છે. ત્યાં શ્રી ગુરુનું લક્ષણ આ છે -
જે બીજાને પ્રમાદથી દૂર કરે છે અને સ્વયં (પોતે) પાપરહિત માર્ગમાં પ્રવર્તે છે, મોક્ષના અર્થી એવા પ્રાણીઓના હિતને ઈચ્છનારા હોય છે અને તત્ત્વને કહે છે તે ગુરુ કહેવાય છે. ૧૨૧.
૧. તેથી વિધિપૂર્વક શ્રી ગુરુ ભગવંતના ગુણોની પ્રશંસા કરવા વડે, વંદન કરવા વડે, વિનય-ભક્તિ બહુમાન વગેરે કરવા વડે, શ્રી જિનધર્મ ગુરુતત્ત્વને આધીન હોવાથી કલિયુગમાં વિવેકી (લોકો) વડે ગુરુતત્ત્વનું સુંદર રીતે આરાધન કરવું જોઈએ. જે કહ્યું છે -૧૨૧૭. .
૧. ક્યારેક શ્રી જિનેશ્વર પરમાત્મા પૂર્વે આચાર્યપણાને પ્રાપ્ત થયેલા હોય છે.
શ્રી ગુરુ ભગવંતના ગુણોની પ્રશંસા કરવામાં પધશેખર રાજાનું ઉદાહરણ છે. - જે આ પ્રમાણે છે. ૧૨૧૮. . ૨. પૃથ્વીપુર નગરમાં ધર્મમાં અત્યંત તત્પર એવા પદ્રશેખર રાજા બીજાને પણ ધર્મમાં પ્રવર્તાવે છે અને લોકોની સમક્ષ ગુરુ ભગવંતના ગુણોની પ્રશંસા કરે છે. તે આ પ્રમાણે – ૧૨૧૯. • ૧. જેઓ ક્ષમાવાન, ઈન્દ્રિયનું દમન કરનારા, ઉપશાંત ભાવને ધારણ કરનારા, રાગ-દ્વેષનો ત્યાગ કરનારા, બીજાની નિન્દા નહીં કરનારા વળી જે અપ્રમત્ત હોય તે ગુરુ કહેવાય છે. ૧૨૨૦.
, વંદન કરાતા એવા તેઓ ઉત્કર્ષને કરતા નથી (અને) નિન્દા કરાતા તેઓ બળતા નથી. (ઉદ્વેગ પામતા નથી) ઈન્દ્રિયનું દમન કરનારા ચિત્ત વડે રાગ-દ્વેષને નાશ કરતા ધીર એવા મુનિઓ વિચરે છે. ૧૨૨૧.
૩. ગુરુ બે પ્રકારના કહેવાય છે, તે આ પ્રમાણે - ૧ તપથી યુકત અને જ્ઞાનથી યુક્ત. તેમાં તપથી યુક્ત ગુરુ વડના પાંદડાની જેમ માત્ર પોતાના આત્માને તારે છે. જ્ઞાનથી યુક્ત (જ્ઞાની) ગુરુ યાનપાત્ર (નૌકા) સમાન પોતાને અને બીજાના આત્માને તારે છે. ૧૨૨૨.
ઉપદેશ સપ્તતિ ૧૫૯