________________
૧૮. અરિહંત પરમાત્માના ચોરાશી મંદિરો બનાવવામાં જેટલા દ્રવ્યનો વ્યય થાય તેટલા જ દ્રવ્યનો વ્યય એક સારૂ આરકમાં થાય. ૧૨૦૯.
૧૯. તે મંત્રીરાજે ઠેકાણે-ઠેકાણે સુવર્ણકલશ સહિત બીજા-બીજા પણ ઘણા મંદિરો કરાવ્યા. ૧૨૧૦.
૨૦. અરિહંત પરમાત્માના મતમાં શ્રદ્ધાવાળા હોવાથી આભૂ સંઘપતિએ ત્રણસોને સાઠ શ્રાવકોને લક્ષ્મી અર્પણ કરીને પોતાની સરખા કર્યા. ૧૨૧૧.
૨૧. અંતે તેણે (આભૂએ) આ સંસ્તારકવ્રતને (સંથારા ઉપર જ સુવાનું વ્રત) ગ્રહણ કર્યું તેમાં તેણે સાત કરોડ સુવર્ણનો વ્યય કર્યો. ૧૨૧૨.
૨૨. સંસ્તારક વ્રતનું સારી રીતે પાલન કરતા અને ત્યાગ કર્યો છે ભોજનનો જેણે એવા શુદ્ધ ધ્યાનવાળા આભૂ સંઘપતિ સ્વર્ગમાં ગયા. ૧૨૧૩.
૨૩. કેટલાક ધાર્મિક લોકો વડે દર વર્ષે યાત્રા કરાય છે. જેઓ સંપૂર્ણ જીવનમાં પણ યાત્રા કરતા નથી તેઓ મહા આળસુ કહેવાય છે. ૧૨૧૪.
૨૪. જે યાત્રા) ભયંકર ભવરૂપી જંગલના ભયથી (પ્રાણીઓનું) રક્ષણ કરે છે તે યાત્રા અરિહંત પરમાત્મા સંબંધી છે એમ અર્થપૂર્વક કહેવાય છે. એ પ્રમાણે જાણીને સંસારનો નાશ કરવાની ઈચ્છાપૂર્વક ભવ્ય પ્રાણીઓ વડે તે પ્રમાણે કરવું જોઈએ કે જે પ્રમાણે પોતાનો સંસાર પાતળો (અલ્પ) થાય. // એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના બીજા અધિકારમાં સત્તરમો ઉપદેશ છે. એ
// એ પ્રમાણે શ્રી પરમગુરુ-તપગચ્છનાયક-શ્રી સોમસુંદર સૂરિના ચરણકમલમાં હંસ સમાન મહોપાધ્યાય શ્રી ચારિત્રરત્નમણિના શિષ્ય પરમાણુરૂપ પંડિત
શ્રી સોમધર્મગણિ વિરચિત ઉપદેશ સપ્તતિકા ગ્રંથમાં -
શ્રી તીર્થાધિકાર સ્વરૂપ બીજો અધિકાર છે.
ઉપદેશ સપ્તતિ ૧૫૮