________________
૯. નદી, કૂવા, તળાવ વિગેરે જળાશયોને શોષાવતાં (ખાલી કરતાં) આભૂ સંઘપતિ ધીરે-ધીરે માર્ગ ઓળંગે છે. ૧૨૦૦.
૧૦. શત્રુંજય તીર્થ દૃષ્ટિમાર્ગમાં આવતે છતે (દેખાય છ0) ત્યારે આભૂ સંઘપતિએ વસ્ત્ર-અલંકાર વિગેરેથી સંઘની ભક્તિ કરી. ૧૨૦૧.
૧૧. આભૂએ શત્રુંજય પર્વત પર ચઢીને નાત્રપૂજા-ધ્વજા વિગેરે મહોત્સવો વડે પોતાનો જન્મ સફલ કર્યો. ૧૨૦૨.
૧૨. ત્યાર પછી સકલેશ્રી સંઘ સાથે ગિરનાર પર્વત પર જઈને રાજીમતિના પતિ એવા શ્રી નેમિનાથ પરમાત્માને હર્ષપૂર્વક પ્રણામ કર્યા. ૧૨૦૩.
૧૩. આભૂ પ્રથમ યાત્રામાં બાર કરોડ સુવર્ણનો વ્યય કરીને મહોત્સવપૂર્વક અનુક્રમે પોતાના નગરમાં આવ્યા. ૧૨૦૪.
૧૪. જેણે મોટા મહોત્સવો વડે વ્યોમ - ૦, ચન્દ્ર - ૧, બાણ - ૫, ભૂ - ૧ એટલે - ૧૫૧૦ પ્રતિમા ભરાવી અને સાતસો આચાર્ય પદવીઓ કરાવી. ૧૨૦૫.
૧૫. તેણે (આભૂએ) ત્રણ કરોડ દ્રવ્યનો વ્યય કરીને વર્તમાનના સર્વ આગમોની સુવર્ણાક્ષરવાળી સુવર્ણની એક પ્રતને કરાવી. ૧૨૦૬.
૧૬. મંત્રીએ ભક્તિપૂર્વક વર્તમાનકાળના સઘળા ગ્રંથોની મષીના અક્ષરવાળી બીજી પ્રતો લખાવી. ૧૨૦૭.
- ૧૭. મંત્રીએ સારી કોરણીવાળા બે પ્રાસાદો સૂનેતા અને માહૂક ગામમાં કરાવ્યા. ૧૨૦૮.
ઉપદેશ સપ્તતિ ૧૫૭