________________
૩૩, શ્રી પુંડરિક ગણધરના શિષ્ય શ્રી નાભસૂરીએ ચક્રવર્તી વગેરેના હર્ષને આપનાર વિસ્તારપૂર્વક પ્રતિષ્ઠા કરી. ૧૧૮૦.
૩૪. એ પ્રમાણે ત્યાં વિવિધ પ્રકારના મહોત્સવો કરીને ભરત ચક્રવર્તી ગિરનાર પર્વત પર ગયા, ત્યાં પણ ઉચા ચાર મંડપો વડે શોભિત શ્રી નેમિનાથ ભગવાનનું ચૈત્ય કરાવ્યું. બીજા તીર્થોમાં પણ વિશાલ પુણ્યને ઉપાર્જન કરીને સંઘ સહિત વિનીતા નગરીમાં આવ્યા. ૧૧૮૭.
૩૫. છ લાખ પૂર્વમાં કંઈક ઓછા સમય પર્યત ભરત મહારાજા રાજ્ય કરતે છતે અહીં આટલા રાજાઓ સંઘપતિ થયા. ૧૧૮૮.
૩૯. નવ્વાણું કરોડ - નેવ્યાસી લાખ-ચોરાશી હજાર રાજાઓ પણ (સંઘપતિ) થયા. ૧૧૮૯.
૩૭. એ પ્રમાણે વિલાસવાળા પોતાના મહેલમાં પણ પ્રાપ્ત કર્યું છે કેવલજ્ઞાન જેણે એવા ભરત ચક્રવતી એક લાખ પૂર્વ પર્યત શ્રમણપણાનું પાલન કરીને સિદ્ધિને પામ્યા. ૧૧૯૦: . *
. / એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના બીજા અધિકારમાં સોળમો ઉપદેશ છે. .
ઉપદેશ સપ્તતિ ૧૫૫