________________
૧૬. સાઠ અને પચાસ નગરોના સ્વામી વિનમિના પુત્ર ગગનવલ્લભ રાજા વૈતાઢ્ય પંર્વતને વિષે ચાલ્યા. ૧૧૬૮.
૧૭. પૂર્વ દિશાના વજ્રનાભ, પશ્ચિમના નાયક સ્વામી, કલ્યાણ કેતુ રાજેન્દ્ર આ ચારે રાજાઓ હતા. ૧૧૬૯.
૧૮. રત્નના પ્રભાવથી જલ્દીથી પૂર્ણ થાય છે સઘળા વાંછિત જેના એવા ચક્રવર્તી રોજ એક યોજન સુધી પ્રયાણ કરે છે. ૧૧૭૦.
૧૯. સુથાર વડે કાલ પ્રમાણે, યથાયોગ્ય, ઈચ્છા પ્રમાણે ક્ષણ માત્રમાં અત્યંત ઉંચા ઘરો કરાય છે. ૧૧૭૧.
૨૦. સૌરાષ્ટ્ર દેશને વિષે સંઘ ગયે છતે ચક્રવર્તીના ભત્રીજા શક્તિસિંહ રાજા સામે મળ્યા અને પ્રણામ કર્યું. ૧૧૭૨.
૨૧. શ્રી પુંડરિકગિરિ (શત્રુંજય પર્વત) દર્શન થયે છતે સર્વલોકોનો હર્ષ પુરાવાથી ભરત મહારાજાએ આનંદપૂર્વક નગરની સ્થાપના કરી. ૧૧૭૩.
૨૨. જ્યાં ભરત ચક્રવર્તી વડે જીવિત આદિનાથ પરમાત્માનું મંદિર કરાવાયું અને ચારે યુગમાં જેમના ચાર નામ જણાયા. ૧૧૭૪.
૨૩. પર્વત પર ચઢવાના સમયે તૃષા વડે આક્રાન્ત થયેલા લોકોને માટે લબ્ધિવાળા એવા શૈલણમુનિએ માર્ગમાં તળાવને કરાવ્યું. ૧૧૭૫.
૨૪. શક્તિસિંહ રાજા વડે નદી - કુંડ વગેરેનો મહિમા ઉક્તિપૂર્વક કહેવાયો. ભરત મહારાજાએ પણ નિહાળ્યો. ૧૧૭૬.
ઉપદેશ સપ્તતિ ૧૫૩