________________
૨૪. શ્રી શત્રુંજય તીર્થમાં, શ્રી ગિરનાર તીર્થમાં અને પ્રભાસ પાટણમાં એકએક રત્ન વ્યય કરવા અને બે રત્ન તારું ધન થાઓ. ૧૧૪૫.
૫. એ પ્રમાણે કહીને (મારા પિતા) સ્વર્ગમાં ગયે છતે માતાની સાથે હું અહીં આવ્યો. વળી મારા વડે તે માતા કપર્દીભવનમાં મૂકાયેલી છે. ૧૧૪૬.
૨૬. એ પ્રમાણે સાંભળીને ખુશ થયેલ મંત્રીએ તે વૃત્તાંતને રાજાની સમક્ષ નિવેદન કર્યો. ત્યારબાદ રાજા તેની માતાની સામે ગયા. ૧૧૪૭.
૨૭. ઘણા ઠાઠપૂર્વક તે વૃદ્ધાને મંદિરમાં લાવીને પ્રગટ ગુણોની શ્રેણીની જેમ (પ્રથમ) માળને તે વૃદ્ધાને (માતા)ને પહેરાવી. ૧૧૪૮.
૨૮. રાજાએ પ૨માત્માના વક્ષસ્થલમાં દેદીપ્યમાન હારને કરાવીને પેંડલના સ્થાને (મધ્યભાગમાં) મૂલ્યવાન એવા તે રત્નને સ્થાપન કર્યું. ૧૧૪૯.
૨૯. પુણ્યશાળી એવો આ (અજાણ પુરુષ) અને રાજા બીજા પણ બે રત્નોનો એ પ્રમાણે વ્યય કરીને, સર્વ તીર્થોમાં યાત્રા કરીને ઘરે ગયા. ૧૧૫૦.
૩૦. પુણ્યશાળી એવો તે (ગુપ્તપુરૂષ) એ પ્રમાણે લક્ષ્મીને સાતે ક્ષેત્રમાં કૃતકૃત્ય કરીને મનુષ્ય અને દેવલોકના સઘળા સુખોને ભોગવીને અનુક્રમે મોક્ષમાર્ગમાં ગમન કરે છે. ૧૧૫૧.
॥ એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના બીજા અધિકારમાં પંદરમો ઉપદેશ છે. ।।
ઉપદેશ સપ્તતિ ૧૫૦