________________
૧૫. ખૂણામાં બેઠેલા) કોઈક અજાણપુરુષે આઠ લાખ વડે તે માળને (માગી) ફરીથી વાલ્મટ મંત્રીએ સોળ લાખ વડે તે માળની માંગણી કરી. ૧૧૩૬.
૧૪. એ પ્રમાણે માળનું મૂલ્ય વધતે છતે અજાણ પુરુષ સવા કરોડ વડે તે | (પ્રથમ) માળને માગતો પ્રગટ થયો. ૧૧૩૭.
૧૭. સામાન્ય વેષવાળા એવા તેને જોઈને રાજાએ મંત્રીને કહ્યું. દ્રમ્મનું કાર્ય તારા વડે સારી રીતે કરવા યોગ્ય છે. ત્યારબાદ મંત્રીએ પણ તે અજાણ પુરુષને કહ્યું. ૧૧૩૮.
૧૮. અરે.! (ગરીબ) તારું દ્રવ્ય ક્યાં છે ? ઈન્દ્ર સમ્બન્ધી આ માળને તું શી રીતે પહેરશે ? અરે ! શું તને લજ્જા પણ નથી આવતી ? ૧૧૩૯.
૧૯. તેણે પણ તેને (મંત્રીને) એકાંત સ્થાનમાં લઈ જઈને રત્નને દેખાડ્યું. સવા કરોડ મૂલ્યવાળા તે રત્નને જાણીને મંત્રીએ પણ તેને કહ્યું. ૧૧૪૦.
૨૦. તારી પાસે આવા પ્રકારનું રત્ન ક્યાંથી ? તેણે કહ્યું, મારી પાસે આવા પ્રકારના પાંચ રત્નો છે, તેનો સંબંધ તમે જાણો. ૧૧૪૧.
૨૧. મધુમતી નગરીમાં હાસ નામનો શ્રેષ્ઠ વેપારી હતો. સૌરાષ્ટ્ર દેશમાં રહેનારા પોરવાડ જ્ઞાતિમાં ભૂષણ સમાન મારા પિતા હતા. ૧૧૪૨.
૨૨. એક દિવસ મરણને નજદીક એવા (મારા) પિતા વડે હું એ પ્રમાણે કહેવાયો. હે વત્સ ! મારા વડે વાહણો દ્વારા વ્યાપારમાં ઘણું ધન મેળવાયું છે. ૧૧૪૩.
૨૩. તેના વડે સારભૂત આ પાંચ રત્ન ગ્રહણ કરાયા. અને હે વત્સ ! તે આ (રત્ન) તું ગ્રહણ કર અને મારા અભિપ્રાયને સાંભળ. ૧૧૪૪.
ઉપદેશ સપ્તતિ ૧૪૯