________________
૯. નવ ગુણીયા અગ્યાર એટલે નવ્વાણું લાખ સુવર્ણવાળા છાડા વિગેરે શ્રેષ્ઠીઓ તેમ જ ઘણી ઋદ્ધિવાળા અઢારસો ધનવાનોએ સાથે પ્રસ્થાન કર્યું. ૧૧૨૮.
૧૦. સ્વર્ગના વિમાનની જેવા દેદીપ્યમાન ત્રણ ગુણીયા છ=અઢાર સપ્તસપ્તત્યા=સિતોત્તેર સહિત અર્થાત્ અઢારસો સિત્તોતેર મંદિરો ચાલ્યા. ૧૧૨૯.
૧૧. તેણે ધંધુકા નગરમાં ગુરુ ભગવંતની જન્મભૂમિને જાણીને જોલી વિહાર નામનું મંદિર કરાવ્યું. ૧૧૩૦.
૧૨. એ પ્રમાણે ઘણી પ્રભાવના કરીને (રાજા) શત્રુંજય તીર્થમાં ગયા અને સંઘની સાથે પૂજા-ધ્વજા-દાન વગેરેને કર્યું. ૧૧૩૧.
૧૩. તે અવસરે કોઈક.ચા૨ણે સમયને ઉચિત કહ્યું. તેવા પ્રકારના લોકો પ્રાયઃ સ્વભાવથી જ અવસરને જાણનારા હોય છે. ૧૧૩૨.
૧. માટી એક ફુલને આપે છે (આપ્યું) જે કુલે સુરનરતણી ઋદ્ધિ આપી. એ ઋદ્ધિથી (ન્દી) (મોતિમ - ભોળવવાની ક્રિયા) બાપ જિનેશ્વરને ભોળવવાની ક્રિયા જેવો સસ્તો સોદો કરે છે. (અર્થાત્ ફુલ ચઢાવીને રાજવીપણું મેળવ્યું અને એ રાજવીપણાંથી ભગવાનને ભોળવી ભગવાનપણું લઈ લેવું છે. ધન્ય છે કુમારપાલની દૂરદેશીને !!!
નવવાર કહેવાથી નવલાખનું દાન || ૧૧૩૩.
૧. (જિનેશ્વર ભગવંતની ભક્તિ માટે) કોઈ (ફુલની) પાંખડી ચઢાવે છે (અને) કોઈ (આંગી આદિને માટે) લાખ રૂપિયા ખર્ચી નાખે છે. તે બેમાં ફૂલનો વહેરો (તફાવત) કરેલો (પાડેલો) નથી. જો ભાવસાક્ષિ ભરતો હોય તો ૧૧૩૪.
૧૪. ત્યાં શ્રી સંઘ મળતે છતે માળની ઉછામણી માટે વાગ્ભટ મંત્રીએ ચાર લાખ વડે પ્રથમ માળની માંગણી કરી. ૧૧૩૫.
ઉપદેશ સપ્તતિ ૧૪૮