________________
“ઉપદેશ-૧૫” ૧. ખરેખર તે જ લક્ષ્મી કૃતકૃત્ય છે કે જે જિનેશ્વર પરમાત્માના મંદિર, પૂજા વગેરેમાં ઉપયોગી થાય. જેમ સવા કરોડ મૂલ્યવાળા મણિ વડે વિભૂષિત એવા હારને શ્રી જગડુશાહે કરાવ્યો હતો. ૧૧૧૯.
૧. એક વખત શત્રુંજય તરફ યાત્રાને માટે તૈયાર થયેલ કુમારપાલ નામના રાજાએ બહાર પ્રસ્થાન કર્યું. ૧૧૨૦.
૨. તે અવસરે કોઈકે રાજાને આવીને જણાવ્યું. ડાહલ દેશનો કર્ણ નામે રાજા તમને ઉપદ્રવ કરવા માટે આવે છે. ૧૧૨૧.
૩. એ પ્રમાણે સાંભળીને રાજા ખુદને પામ્યો. નાશ પામ્યા છે યાત્રાના મનોરથ જેના એવા તે રાજાએ ગુરુની સમીપે વારંવાર પોતાની નિંદા કરી. ૧૧૨૨.
૪. ગુરુ ભગવંતે પણ કંઈક વિચારીને કહ્યું કે રાજેન્દ્ર ! ખેદ ન કરો. બારમા પ્રહરને અંતે તને સમાધિ થશે. ૧૧૨૩.
૫. ત્યારબાદ રાજા સ્વસ્થ કરાયે છતે નિર્ણય કરેલ સમયે કોઈકે આવીને રાજાને કહ્યું. તારો શત્રુ કર્ણ મરાયો. ૧૧૨૪.
' ' . રાત્રિમાં ક્યાંક વિષમ સ્થાને નિદ્રા વડે મુદ્રિત થયેલ (મચાયેલ) નેત્રવાળો, ફલાંગ ભરતા ઘોડા પર આરૂઢ થયેલ, ગલામાં સોનાની સાંકળવાળો - ૧૧૨૫.
૭. અંદર પ્રવેશેલ વડની ડાળીમાં લટકેલ ક્ષણ માત્રમાં મૃત્યુ પામ્યો. એ પ્રમાણે આ તમારી) દષ્ટિ વડે જોઈને હું આવ્યો. ૧૧૨૭.
૮. ક્ષણ માત્ર વિચાર કરીને રાજા બીજા બહોંતેર રાજાઓની સાથે અને આ. ભ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની સાથે તીર્થ યાત્રાને માટે ચાલ્યો. ૧૧૨૭.
ઉપદેશ સપ્તતિ ૧૪૭