________________
૨૭. પોતપોતાના અપરાધની નિંદા અને ગર્તા કરતા પરસ્પર ક્ષમાને ધારણ કરનારા એવા તે બંનેએ પ્રીતિપૂર્વક ઘણા સમય સુધી વાતો કરી. ૧૧૦૯.
૨૮. આની વચ્ચે તે બંનેની પાપની શુદ્ધિને માટે કેવલજ્ઞાન વડે જોયું છે ત્રણ જગતનું સ્વરૂપ જેણે એવા આચાર્ય ભગવંત પધાર્યા. ૧૧૧૦.
૨૯. અત્યંત આનંદથી પરિપૂર્ણ ભક્તિ સહિત તે સાધુ અને તે રાજા કેવલી મુનિ ભગવંતને વંદન કરવા માટે આવ્યા. ૧૧૧૧.
૩૦. તેમના વડે (કેવલી મુનિ વડે) અપાયેલી ધર્મદેશના તે બંને વડે સમાધિપૂર્વક સંભળાઈ. પછી પોતપોતાના પાપો સારી રીતે તેમની આગળ કહેવાયા. ૧૧૧૨.
૩૧. કેવલી ભગવંતે કહ્યું, હે રાજેન્દ્ર ! તું શત્રુંજય પર્વત પર જા. અરિહંત પરમાત્માને નમસ્કાર કરતા ત્યાં તને કેવલજ્ઞાન અને મોક્ષ મળશે. ૧૧૧૩.
૩૨. હે મુનિ ! તારા કઠોંર એવા આ કર્મ ઘણા તપને સેવવા વડે પણ શત્રુંજય વિના નાશ પામશે નહીં. ૧૧૧૪.
૩૩. હે રાજન ! તમે આ ગુરુને આગળ કરીને અન્ય રાજા વગેરે લોકોની સાથે સમાધિપૂર્વક શત્રુંજય વિગેરે તીર્થોમાં યાત્રાને કરો. ૧૧૧૫.
- ૩૪. યાત્રાના અંતે આત્મા સ્થિર થયે છતે સર્વ પાપથી અટકેલા આસક્તિ રહિત તમે આ મુનિની સાથે ચારિત્રનું પાલન કરો. ૧૧૧૩.
૩૫. એમ સાંભળીને તે પ્રમાણે કરીને ક્ષમાને ધારણ કરનાર એવા આ બંને પણ હત્યાદિ પાપોનો નાશ કરીને શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા. ૧૧૧૭.
૩૭. હે ભવ્ય પ્રાણીઓ ! શ્રી તીર્થના મહિમાને એ પ્રમાણે કર્ણ સંપુટ વડે અમૃતની જેમ પીને અત્યંત હર્ષપૂર્વક કુવાસના રૂપી ઝેરનો ત્યાગ કરો અને મોક્ષમાં પ્રાપ્ત થનાર સુખને ભજો. ૧૧૧૮. I એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના બીજા અધિકારમાં ચૌદમો ઉપદેશ છે !
રૂ
ઉપદેશ સપ્તતિ ૧૪૬