________________
“ ઉપદેશ-૩”
૧. શ્રી વીતરાગ પ૨માત્માનું સ્મરણ કરવામાં જેઓ એકચિત્ત થાય છે તેઓ સુખને પામનારા થાય. જેમ ગિરનાર પર્વતના સ્વામી શ્રી નેમિનાથ ભગવાનનું સ્મરણ કરતી અંબિકા (અધિષ્ઠાયિકા) દેવી થઈ. ૬૪.
૧. સૌરાષ્ટ્ર દેશમાં કોટીના૨ નામના નગરમાં સોમભટ્ટ નામે પ્રસિદ્ધ મિથ્યાદષ્ટિ શ્રેષ્ઠ બ્રાહ્મણ હતો. ૬૫.
૨. તેને દેવશર્મા નામના રાજાની પુત્રી વિનયથી યુક્ત, પરિપૂર્ણ પાંચે ઈન્દ્રિયથી રૂપવાળી, અંબિકા નામની પત્ની હતી. ૬૬.
૩. તે (અંબિકા) શીલ ગુણથી યુક્ત તેમજ શ્રેષ્ઠ શ્રાવિકા હતી. તેથી કરીને (તે બન્ને જુદા જુદા ધર્મને માનનારા હોવાથી) તે બન્નેની પ્રીતિ ઘણી મંદ રહે છે. ૬૭.
૪. તો પણ તે (સોમભટ્ટ)ની સાથે ભોગથી ઉત્પન્ન થયેલ સુખને ભોગવતી તે અંબિકાએ શુભંકર અને વિભંકર નામના બે પુત્રોને જન્મ આપ્યા. ૬૮.
૫. એક વખત પર્વના દિવસે ભોજન તૈયાર થયે છતે તેની સાસુ અન્યત્ર ગયે છતે ઘ૨માં અંબિકા એકલી જ હતી. ૬૯.
૬. તે અવસરે પધારેલ બે સાધુઓને પુણ્યવાન એવી તે અંબિકા વડે પોતાની ઈચ્છાપૂર્વક ભક્તિથી તે ભોજન વડે લાભ લેવાયો. ૭૦.
જે કારણથી
૧. સાધુ એ ઉત્તમ પાત્ર છે. શ્રાવકો મધ્યમ પાત્ર કહેલા છે. વળી, અવિરત સમ્યગ્દષ્ટિ જઘન્ય પાત્ર જાણવા યોગ્ય છે. ૭૧. .
ઉપદેશ સપ્તતિ ૧૧