________________
૧૮. અહો ! ત્યાગ કર્યો છે સંગનો જેણે એવા તે મુનિને હું પાપનો હેતુ થયો. ઈત્યાદિ અનર્થ મારા નિમિત્તે થયા. ૧૧૦૦.
*૧૯. અહો ! ખેદની વાત છે કે આ ભવમાં પણ જો તે મને કોપથી મારશે તો ફોગટ આવા પ્રકારના રાજ્યનો નાશ થશે. ૧૧૦૧.
૨૦. જો આ સાધુ અહીં આવે તો હું તેને ખાવું. એ પ્રમાણે વિચારીને ભયભીત ચિત્તવાળા તેના વડે અડધો શ્લોક કરાયો. (રચાયો). ૧૧૦૨.
૨૧. “પક્ષી, ભીલ, સિંહ, દીપડો, સાંઢ, નાગ, બ્રાહ્મણ” આ શ્લોક છે.) અંતિમ અડધો શ્લોક પૂર્ણ કરે તેને લાખનું ઈનામ આપીશ. એ પ્રમાણે ઉદ્ઘોષણા કરાવી. ૧૧૦૩.
૨૨. સર્વ લોકોએ તે ઉદ્ઘોષણાને વાંચી. પરંતુ કોઈ પણ તેને (અંતિમ અડધા શ્લોકને) પૂર્ણ કરતું નથી. ખરેખર બીજાના મનના વિચારો જાણવા તે છબસ્થ લોકોને માટે દુર્લક્ષ્ય છે. ૧૧૦૪. . ૨૩. એક વખત તે નગરમાં વિહાર કરતા તે જ મુનિ ભગવંત પધાર્યા અને "ગોવાળીયા વડે ગવાતા અંડધા શ્લોકને સાંભળ્યો. ૧૧૦૫.
: ૨૪. ક્ષણ માત્ર વિચારીને અને ઉત્તરાર્ધ અડધા શ્લોકને જાણીને તેણે (મુનિ ભગવંતે) એ પ્રમાણે કહ્યું. “જેના વડે આ કોપથી હણાયા. અહો ! તેનું શું કઈ ગતિ) થશે ? ૧૧૦૬.
૨૫. ગોવાળીયાએ સાંભળીને તે સંપૂર્ણ શ્લોકને રાજાની આગળ નિવેદન કર્યું. આ સમસ્યા મારા વડે પૂર્ણ કરાઈ, વૈર્યતાપૂર્વક તેણે એ પ્રમાણે કહ્યું. ૧૧૦૭.
૨૯. રાજાનું મન વિસ્મયવાળું ન થયું. આગ્રહ કર્યો છતે તેણે (ગોવાળીયાએ) સત્ય જ કહ્યું. તે સાંભળીને રાજાએ ત્યાં જઈને મુનિને ખમાવ્યા. ૧૧૦૮.
ઉપદેશ સપ્તતિ ૧૪૫