________________
૯. ભીલ મરીને જંગલમાં ક્યાંક સિંહ થયો. તે ઋષિએ તે પ્રમાણે જ પૂછડી વડે પછાળીને તેને (સિંહને) માર્યો. ૧૦૯૧.
૧૦. તે પછી તે દીપડો થયો અને તેણે તે પ્રમાણે જ માર્યો. ભ્રષ્ટ વૃત્તિવાળા તેની તેજોવેશ્યા શસ્ત્રપણાને પામી. ૧૦૯૨.
૧૧. ત્યારબાદ રાજગૃહનગરમાં તે સાંઢ થયો. સામે દોડવાથી તે (સાંઢ) પણ મત્સરને સ્પર્શેલ એવા તેના વડે પૂર્વની જેમ મરાયો. ૧૦૯૩.
૧૨. ત્યારબાદ કાયોત્સર્ગમાં રહેલા તે મુનિને જોઈને ફણાના ભારને ધારણ કરનાર (ફણીધર) ભયાનક આકૃતિવાળો ફણીધર નાગ તે મુનિ તરફ દોડયો. ૧૦૯૪. .
૧૩. પહેલાની જેમ તેને (નાગને) સાધુએ હણ્યો ત્યારબાદ બ્રાહ્મણ થયો. અહો વિવેક રહિતને સંવર ક્યાંથી હોય ? એ પ્રમાણે નિંદાને કરતો હણાયો. ૧૦૯૫.
૧૪. નિર્મમ એવા એણે એ પ્રમાણે સાત હત્યાઓ કરી. યોગીના પાપકર્મના વિકાસને પણ ધિક્કાર હો. ૧૦૯૬.
૧૫. યથા પ્રવૃત્તિકરણ કરવાથી શુભ કર્મના ઉદયને સન્મુખ બ્રાહ્મણ વારાણસી નગરીમાં મહાબાહુ નામે રાજા થયો. ૧૦૯૭.
૧૬. દેવ ગધેડાપણાને ગધેડો પણ રાજાપણાને અને ધનવાન ગરીબપણાને પામે છે. ખેદની વાત છે કે સંસારનું નાટક આ પ્રમાણે છે. ૧૦૯૮.
૧૭. એક વખત ઝરૂખામાં રહેલા તે રાજાએ કોઈક ઋષિને જોઈને જાતિસ્મરણ જ્ઞાનથી પૂર્વના સાત ભવોને જાણ્યા. ૧૦૯૯.
ઉપદેશ સપ્તતિ ૧૪