________________
“ઉપદેશ-૧૩” ૧. જે શ્રદ્ધાળુઓ જિનેશ્વર પરમાત્માના જુના મંદિરનો ઉદ્ધાર અથવા તો નવું મંદિર કરાવે છે તેઓ પૂજ્ય થાય છે. જેમ અહીં રામનામે શ્રેષ્ઠી કલ્યાણ રૂપી લક્ષ્મીના સ્થાનભૂત થયો. ૧૦૪૯.
૧. શ્રી નિવાસપુરમાં લક્ષ્મીના નિવાસસ્થાનભૂત આઠ કરોડ દ્રવ્યનો સ્વામી પણ સ્વભાવથી પણ શ્રીગુપ્ત નામે શ્રેષ્ઠી હતો. ૧૦૫૦.
૨. તેમનો વિજય નામે પુત્ર હતો. તેને દાન આપવું ઘણું પ્રિય હતું. પરંતુ પિતા એને દાન આપવાનો નિષેધ કરે છે. ખરેખર તેવા પ્રકારના લોકોને દાન એ ફૂલ લાગે છે. ૧૦૫૧.
૩. એક દિવસ શ્રી ગુપ્ત શ્રેષ્ઠી શૂલના રોગથી મૃત્યુ પામ્યો. હવે માતા પુત્રને કહે છે. હે પુત્ર ! તું મારું વચન સાંભળ. ૧૦પર.
- ૪. તારા પિતા વડે અહીં આઠ કરોડ ધન સ્થાપન કરાયેલું છે. તેને તું ગ્રહણ કર અને કૃતાર્થ કર, ૧૦૫૩.
. ૫. તે નિધાનને વિષે અનાસક્ત મનવાળો તે (પુત્ર) પણ તે ધનને જેટલામાં ઉપાડે છે. તેટલામાં ત્યાં ફુફાળા મારતાં ભયંકર સર્પને જોયો. ૧૦૫૪.
- ક. તેના (સર્પના) દર્શનથી વિજય પાછો ફરીને એકાએક ફરી સામે ગયો. એમ એણે બે-ત્રણ વાર કર્યું તો પણ તે ધનને ન મેળવી શક્યો. ૧૦૫૫.
છે. એક વખત કલ્પવૃક્ષ સમાન કોઈક કેવળી ભગવંત ત્યાં પધાર્યા. રાજા વિગેરે લોકોની સાથે વિજય પણ વંદન કરવા માટે ગયો. ૧૦૫૯.
૮. કેવળી ભગવંત વડે અપાયેલી દેશનાને સાંભળીને વિજયે એ પ્રમાણે પૂછયું. ' હે પ્રભો ! ધનના સ્થાને મને સર્પનું દર્શન શી રીતે થયું ? ૧૦૫૭.
ઉપદેશ સપ્તતિ ૧૩૯