________________
૧૭. વળી સોળમા શ્લોકમાં તે પ્રતિમા સર્વ અંગોવાળી પ્રગટ થઈ” (એ પ્રમાણે જણાવ્યું). એ કારણથી આગળના શ્લોકમાં તેઓ વડે “પ્રત્યક્ષ” એ પ્રમાણે પદ કરાયું. ૧૦૩૭.
૧. સર્પની ફણા ઉપર સ્કુરાયમાન થઈ રહેલ સુંદર રત્નના કિરણોથી રંગી દીધું છે નભસ્તલ જેમણે એવા, ફટકડીના કંદવાળા ટુકડાઓ તથા તમાલવૃક્ષ અને નીલોત્પલ જેવા શામળા કમઠ દેવે કરેલા ઉપસર્ગોના સમુદાયના સંસર્ગથી ગાંજ્યા નહિ ગયેલા સ્તંભનપુર સ્થિત હે પ્રત્યક્ષ પાર્શ્વ જિનેશ્વર ! તમે જયવંતા વર્તો. ૧૦૩૮.
૧૮. એ પ્રમાણે બત્રીશ શ્લોકો વડે શ્રી પાર્શ્વનાથ પરમાત્માની સ્તુતિ કરી. શ્રી સંઘે પણ ત્યાં મહાપૂજા વગેરે ઉત્સવોને કરાવ્યા. ૧૦૩૯.
- ૧૯. ત્યાં દેવીના ઉપરોધથી અંતિમ બે શ્લોકને છોડીને ત્રીશ શ્લોકો વડે પ્રભાવશાળી એવું તે સ્તોત્રને તેઓએ કર્યું. ૧૦૪૦.
૨૦. તે આચાર્ય ભગવંત પણ તત્કાળ રોગથી મુક્ત થયા અને નવીન કરાવેલા મંદિરમાં તે પ્રતિમા સ્થાપના કરી. ૧૦૪૧.
૨૧. અનુક્રમે તેમણે ઠાણાંગ વગેરે નવ અંગોની ટીકા રચી. ખરેખર કલ્પાંતે (યુગને અંતે) પણ દેવતાનું વચન નિષ્ફલ હોતું નથી. ૧૦૪૨. * ૨૨. નવા બનાવેલા ગ્રંથના પુસ્તકોના ઢગલામાં સોનાની ઉતરિકા રાજા વિગેરે વડે દેવીના દિવ્ય પ્રભાવથી જોવાઈ. ૧૦૪૩.
- ર૩. પાટણમાં ભીમરાજાએ ત્રણ લાખ દ્રવ્ય વ્યય કરીને પોતાના અને બીજા આચાર્યો વડે તે સર્વ ટીકાઓ લખાવી. ૧૦૪૪.
૨૪. એ પ્રમાણે પ્રાપ્ત કર્યો છે સર્વ ઠેકાણે અભ્યદય જેણે એવા તે આચાર્ય ભગવંતે શ્રી વિરપરમાત્માના શાસનમાં લાંબા કાળ પર્યત ઘણી પ્રભાવના કરી. ૧૦૪૫.
ઉપદેશ સપ્તતિ ૧૩૭