________________
૯. શ્રી સુધર્મસૂરીશ્વરજી મ.સા. વડે રચાયેલ ગ્રંથોનો અર્થ હું શી રીતે કરીશ ? પાંગળાના મેરૂપર્વત પર ચઢવાના કુશલપણાને કોણ સાચું માને ? ૧૦૨૮.
૧૦. દેવીએ કહ્યું - જ્યાં સંદેહ થાય ત્યારે તારા વડે મારું સ્મરણ કરવું. જેથી હું સીમંધરસ્વામીને પૂછીને સર્વ શંકાઓને દૂર કરીશ. ૧૦૨૯.
૧૧. હે માતા ! રોગગ્રસ્ત એવો હું શી રીતે વિવરણ કરું ? દેવીએ કહ્યું - આવું ન બોલ, રોગના પ્રતિકારમાં આ ઉપાય છે. એ પ્રમાણે તું સાંભળ. ૧૦૩૦.
૧૨. સ્તમ્ભનક ગામમાં સેઢી નામની મોટી નદી છે તેમાં શ્રી પાર્શ્વનાથ પરમાત્માની અતિશયવાળી પ્રતિમા છે. ૧૦૩૧.
૧૩. જ્યાં આ કપિલ વર્ણવાળી ગાય રોજ દૂધ ઝરે છે. તેના ખુરથી ખોદાયેલ ભૂમિમાં પ્રતિમાના મુખને તમે જોશો. ૧૦૩૨.
૧૪. પ્રભાવશાળી તે પ્રતિમાને ભાવપૂર્વક તું વંદન કર, જેથી તું સ્વસ્થ દેહવાળો થાય. એ પ્રમાણે કહીને દેવી ગઈ. ૧૦૩૩.
૧૫. સવારે જાગેલા તેઓ હવે સ્વપ્નના અર્થને જાણીને સમગ્ર શ્રી સંઘની સાથે સ્તમ્ભનક નગર તરફ ચાલ્યા. ૧૦૩૪.
૧૬. ત્યાં જઈને યથાસ્થાને (જે પ્રમાણે કહ્યું તે જગ્યાએ) શ્રી પાર્શ્વનાથ પરમાત્માને જોઈને ઉલ્લસિત સર્વ રોમાંચવાળા તેઓએ હર્ષપૂર્વક એ પ્રમાણે સ્તુતિ કરી. ૧૦૩૫.
૧. ત્રણ જગતમાં શ્રેષ્ઠ કલ્પવૃક્ષ સમાન પરમાત્મા જય પામો. ધનવંતરી વૈદ્ય સમાન જિનેશ્વર પરમાત્મા જય પામો. ત્રણ જગતમાં કલ્યાણના ભંડાર, દુરિત એવા હાથીને માટે સિંહ સમાન એવા પરમાત્મા જય પામો. ત્રણ જગતના લોકો વડે ન ઓળંગી શકાય એવા ત્રણ ભુવનના સ્વામી સ્તંભન નગરમાં રહેલ શ્રી પાર્શ્વનાથ જિનેશ્વર સુખોને કરો. ૧૦૩૬.
ઉપદેશ સપ્તતિ ૧૩૬