________________
૨૭. છસો એંસી વર્ષ પર્યંત તે પ્રતિમા આકાશમાં રહી. ત્યારબાદ તે પ્રતિમાની પૂજાથી બધી જ રીતે રોગોની ઉપશાંતિ થઈ. ૧૦૧૬.
* ૨૮. રાજાએ પૂજાને માટે બાર ગામો પૂજારીને આપ્યા અને રાજાએ ઘણા સમય પર્યંત તે ૫રમાત્માને પૂજ્યા. ૧૦૧૭.
૨૯. અહીં દેવલોકથી આવેલ તે પરમાત્માની પ્રતિમાના અગ્યાર લાખ એક્યાશી હજાર વર્ષો જાણવા ત્રણ લોકમાં અતિશયવાળા, નામ વડે મહિમાવાળા માણિક્ય દેવ નામે તે શ્રી આદિનાથ પરમાત્મા લાંબા કાળ માટે તમારા કલ્યાણને માટે થાય. ૧૦૧૮.
|| એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના બીજા અધિકારમાં અગ્યારમો ઉપદેશ છે. II
ઉપદેશ સપ્તતિ ૧૩૪