________________
૧૮. એક વાર મિશ્રાદષ્ટિ વ્યંતરે ત્યાં મારિ (રોગ) ને ફેલાવ્યો, તેથી રાજામંત્રી વિગેરે સર્વે ચિંતાતુર થયા. ૧૦0૭.
૧૯. રાજાને દુઃખિત જાણીને પદ્માવતી દેવીએ સ્વપ્નમાં કહ્યું. માણિક્ય દેવની જે પ્રતિમા સમુદ્રની અંદર રહેલી છે. ૧૦૦૮.
. ૨૦. જો તે પ્રતિમા અહીં નગરમાં આવે તો મારિનો વિલય (વિનાશ) થાય. ત્યારબાદ ઉપાયને મેળવેલ રાજાએ એ પ્રમાણે જ સઘળું કાર્ય કર્યું. ૧૦૦૯.
* ૨૧. તે પ્રતિમા સંબંધી ભક્તિની યુક્તિ વડે ખુશ થયેલ લવણ સમુદ્રના અધિષ્ઠાયક દેવેં પણ મંદોદરી સંબંધી તે પ્રતિમા રાજાને સમર્પણ કરી. ૧૦૧૦.
રર. અને કહ્યું કે આ પ્રતિમાના પ્રભાવથી તને સુકાળ, આરોગ્યની સંપત્તિ પ્રાપ્ત થશે. પ્રતિમાને તું પાછળ (પીઠની પાછળ મૂકીને) કરીને માર્ગમાં જેમ સુખ ઉપજે તેમ જા. ૧૦૧૧.
૨૩. પરંતુ તે જ્યાં શંકા (સંદેહ) કરશે ત્યાં આ પ્રતિમા સ્થિર થશે, એ પ્રમાણે શિક્ષા આપીને દેવ પણ ક્ષણે માત્રમાં અદ્રશ્ય થયો. ૧૦૧૨.
1. ૨૪. તે પ્રતિમાને પાછળ સ્થાપન કરીને સૈન્ય સહિત રાજા ચાલ્યો. (અ) જિટલામાં તિલિંગ દેશમાં રહેલ કુલ્પપાક નગરમાં ગયો. ૧૦૧૩.
૨૫. તેટલામાં તે પ્રતિમાના ભારને નહિ જણાવાથી શું તે પ્રતિમા આવે છે કે નહિ? એમ સંદેહ કર્યો. તેથી તે પ્રતિમા ત્યાં જ સ્થિર થઈ. ૧૦૧૪.
- ર૯. રાજા વડે શ્રી કુલ્યાકનગરમાં મનોહર ચૈત્ય કરાવીને નિર્મલ મરકત મણિમય સુંદર તે પ્રતિમાને સ્થાપન કરાઈ. ૧૦૧૫.
ઉપદેશ સપ્તતિ ૧૩૩