________________
“ઉપદેશ-૧૧” ૧. જિનેન્દ્ર એવા શ્રી માણિક્યદેવને (મણિમય પ્રતિમાને) પૂજતા શ્રી શંકર નામના રાજાની જેમ દુઃખે કરીને વારી શકાય એવા મારી વિગેરે ઉપસર્ગો (રોગો) પરમાત્માની પૂજાથી નાશ પામે છે. ૯૮૯.
૧. પહેલા અષ્ટાપદ પર્વત પર ભરત મહારાજા વડે કરાવાયેલ મંદિરમાં વર્ણાદિથી યુક્ત સર્વ જિનેશ્વર પરમાત્માની પ્રતિમા સ્થાપન કરાઈ. ૯૯૦.
૨. તેના વડે (ભરત મહારાજા વડે) નીલરત્નવાળી - ખભા પર્યત જટાવાળી આદિનાથ પરમાત્માની એક પ્રતિમા જુદી સ્થાપન કરાયેલી છે. ૯૯૧.
૩. એ કારણથી લોકો વડે તે પ્રતિમાનું માણિક્યદેવ એ પ્રમાણે નામ કહેવાય છે અને તે ઘણી પ્રભાવશાળી છે. ૯૯૨.
૪. કેટલાંક લોકો એ પ્રમાણે કહે છે “આ પ્રતિમા ભરત મહારાજાની વીટીમાં રહેલ પાચિરત્નની બનાવેલી છે. ૯૩.
. ૫. એ પ્રમાણે તે પ્રતિમા ત્યાં ઘણા સમય સુધી પૂજાઈ. એક દિવસ ત્યાં કેટલાક 'વિઘાઘરો યાત્રાને માટે આવ્યા. ૯૯૪.
૬ પ્રસન્ન ચિત્તવાળા તેઓએ પૂર્વે નહિ જોયેલી એવી તે પ્રતિમાને જોઈને દક્ષિણ દિશાની શ્રેણીમાં લઈ ગયા અને તેઓ વડે (તે પ્રતિમા) રોજ પૂજાય છે. ૯૯૫.
૭. એક વખત નારદ તેઓનું અતિથિપણું પામ્યો. (પ્રતિમાને) જોઈને તેણે (નારદે) પણ પૂછ્યું - તમારી પાસે આ પ્રતિમા ક્યાંથી ? ૯૯૯.
૮. તેઓએ પણ કહ્યું - આ પ્રતિમા અમારા વડે વૈતાઢ્ય પર્વતથી લવાયેલી છે. આ પ્રતિમાના સમાગમથી રાજ્ય-રાષ્ટ્ર વગેરેમાં અભિવૃદ્ધિ થઈ. ૯૯૭.
ઉપદેશ સપ્તતિ ૧૩૧