________________
૧૯. તેટલામાં તે પ્રતિમા દેવના પ્રભાવથી આકાશમાં સ્થિર થઈ. વળી ગાડું આગળ ગયું. તેથી રાજા અત્યંત વિસ્મય પામ્યો. ૯૮૩.
૨૦. ત્યાં શ્રીપુર નામનું નવું નગર સ્થાપીને રાજાએ પ્રતિમાની ઉપર ઉંચું એવું મંદિર કરાવ્યું. ૯૮૪.
૨૧. પહેલા સ્ત્રી પોતાના મસ્તક ઉપર ગાગર સહિત બે ઘડાને સ્થાપન કરી તે પ્રતિમાની નીચેથી જતી હતી, એ પ્રમાણે વૃદ્ધોએ કહેલું છે. ૯૮૫.
૨૨. એ પ્રમાણે તે રાજાએ ઘણા કાળ પર્યત તે પ્રતિમાને પૂજી અને સર્વ ઈચ્છિતને પ્રાપ્ત કર્યું. અનુક્રમે મોક્ષમાં જશે. ૯૮૬.
૨૩. ખરેખર આજે પણ ભૂમિ અને પ્રતિમાની વચ્ચે કેટલુંક અંતર છે એ પ્રમાણે ત્યાં રહેનારી જનતા પણ કહે છે. ૯૮૭.
૨૪. જેમ રાજા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરીને નિરોગી થયો. તેમ હે ભવ્યપ્રાણીઓ ! જિનેન્દ્રમાં ચંદ્ર સમાન પરમાત્માની આરાધના કરીને તમે પણ સુખી થાઓ. ૯૮૮.
I એ પ્રમાણે શ્રી ઉપદેશ સપ્તતિકાના બીજા અધિકારમાં દશમો ઉપદેશ છે. એ
ઉપદેશ સપ્તતિ ૧૩૦