SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ “ઉપદેશ-૧૦ ૧. જેમના અંગને સ્પર્શ કરેલ પાણીને પીને શ્રીપાલરાજા નાશ પામેલ કોઢ રોગવાળા થયા. તે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પરમાત્મા પ્રાણીઓના કલ્યાણને વિસ્તારો. ૯૬૪. ૧. એક વખત રાવણ વડે પોતાના કાર્યમાં જોડેલા વિમાનમાં રહેલા માલિ અને સુમાલી દેવ ક્યાંક જતા હતા. ૯૬૫. ૨. ત્યારે તે બંને વડે અરિહંત પરમાત્માની પ્રતિમા પોતાના ઘરમાં ભૂલાઈ ગઈ, વળી તે બંનેને જિનપૂજા કર્યા વિના ભોજન ન કરવું એવો દ્રઢ નિયમ હતો. ૯૬૬. ૩. ભોજનનો સમય પ્રાપ્ત થયે છતે તે બંને પવિત્ર એવા રેતીના કણો વડે શ્રી પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા બનાવીને પૂજતા હતા. ૯૬૭. ૪. ત્યારબાદ જતાં એવા તે બંને વડે તે પ્રતિમા સરોવરની અંદર સ્થાપન કરાઈ. અને દેવના પ્રભાવથી (તે પ્રતિમા) સ્થિર થઈ. ૯૬૮. ૫. ત્યારથી માંડીને તે પ્રતિમાના પ્રભાવથી તે સરોવ૨માં નિર્મલ એવું જલ ક્યારે પણ ખૂટ્યું નહીં. ૯૬૯. ૬. ત્યારે બિગિલ્લપુર નગરમાં શ્રીપાળ નામે રાજા સર્વ અંગે કોઢ રોગ વડે પીડાતો હતો. ૯૭૦૦. ૭. જેમ ખારા પાણીથી તૃષા શાંત થતી નથી, તેમ વૈદ્યોએ સેંકડો ઔષધો વડે તેના ઉપાય કર્યા તો પણ ગુણ ન થયો. ૯૭૧. ૮. એક વખત રાજા તે સરોવરમાં ક્રીડા કરવા માટે ગયેલો. થાકેલો અને તરસ્યો એવો તે (રાજા) પાણી પીને ક્ષણ માત્રમાં સ્વસ્થ થયો. ૯૭૨. ઉપદેશ સપ્તતિ ૧૨૮
SR No.005876
Book TitleUpdesh Saptati
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy