________________
૯. ત્યારબાદ તેણે ઘણા કાળ પર્યંત વિવિધ પ્રકારના તપોને કર્યા અને ‘હું ઉંચા દેહવાળો થાઉં' એ પ્રમાણે નિયાણું કર્યું. ૯૪૯.
૧૦. તે વામન (ઠીંગણો માણસ) મરીને અનુક્રમે તે જ જંગલમાં હાથીઓના સમૂહનો સ્વામી અત્યંત બળવાન મહીધર એ પ્રમાણે હાથી થયો. ૯૫૦.
૧૧. એક વખત છદ્મસ્થ એવા શ્રી પાર્શ્વનાથ પૃથ્વી પર વિહાર કરતાં આવ્યા અને ત્યાં તળાવના કિનારે કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા. ૯૫૧.
૧૨. ત્યારે પાણી પીવાને માટે ત્યાં આવેલ તે હાથી ત્રણ જગતના નાથને જોઈને જાતિસ્મરણ જ્ઞાનવાળો થયો. ૯૫૨.
૧૩. અહો ! ધર્મની વિરાધના કરીને હું અજ્ઞાનથી પશુ થયો. હમણાં જ દેવની પૂજા કરીને હું પોતાનો જન્મ સફળ કરું. ૯૫૩.
૧૪. એ પ્રમાણે વિચારીને કમળના સમૂહ વડે પરમાત્માની પૂજા કરીને અનશન કરીને આ (હાથી) ઘણી ઋદ્ધિવાળો વ્યંતરદેવ થયો. ૯૫૪.
૧૫. ચંપા નગરીના કરકંડુ રાજા વડે આ સર્વ વૃત્તાંત સંભળાયો અને તે પોતાના ચિત્તને વિષે વિસ્મય પામ્યો. ૯૫૫.
૧૬. જેટલામાં ઉત્સાહ વડે પરિપૂર્ણ તે રાજા ત્યાં આવે છે તેટલામાં પરમાત્માએ વિહાર કર્યો. તેણે (રાજાએ) અત્યંત ખેદને ધારણ કર્યો. ૯૫૬.
૧૭. શું ભાગ્યરહિત પ્રાણીઓને શ્રી જિનેન્દ્ર ૫૨માત્માનું દર્શન હોય ? (એ પ્રમાણે) પોતાની નિન્દા કરી અને હાથીની પ્રશંસા કરી. ૯૫૭.
૧૮. તે સ્થાને મોટું મંદિર બનાવરાવ્યું અને ત્યાં નવ હાથ પ્રમાણ પરમાત્માની પ્રતિમા સ્થાપન કરાઈ. ૯૫૮.
ઉપદેશ સપ્તતિ ૧૨૬