________________
૨૪. ત્યાં પિતાને અટકાવીને ત્રિપૃષ્ઠ વાસુદેવ સારથિની સાથે અત્યંત વેગવાળા રથમાં આરૂઢ થઈને રક્ષણને માટે ગયો. ૫૪.
૨૫. તેના વડે માત્ર બોલાવાયેલ આ સિંહ ત્રિપૃષ્ઠ વાસુદેવની તરફ દોડતો આવ્યો. અરેરે ! શું સત્ત્વથી યુક્ત ભૂમિ પર રહેલાને સહન કરે ? પપ.
૨૬. અત્યંત બલવાન એવા તેણે (વાસુદેવે) જેમ શક્તિસંપુટના બે ભાગ કરે તેમ તે સિંહના બન્ને હોઠોને ફાડીને અધમૂઓ કર્યો. પક.
૨૭. નજીકમાં રહેલા વ્યંતર દેવો વડે જય જયકાર કરાયો. હા ! ખેદની વાત છે કે સામાન્ય માણસ વડે હું હણાયો, એ પ્રમાણે સિંહે પોતાની નિંદા કરી. પ૭.
૨૮. ત્યારે મધુર વચનો વડે સારથિએ તેને (સિંહને) સાંત્વના આપી. આ વાસુદેવ થશે. આ સામાન્ય માણસ નથી. ૫૮.
૨૯. જો તે પુરુષમાં ઈન્દ્ર સમાન એવા પુરુષેન્દ્રના હાથથી મરાયો છે, તો તું શા માટે ખેદને કરે છે ? મૃત્યુલોકમાં (તિષ્ણુલોકમાં) ખરેખર આ સિંહ છે. વળી તમે તિર્યંચ યોનિમાં સિંહ છો. પ૯:
૩૦. એ પ્રમાણે તે (સારથિ)ના વચનોથી હર્ષ પામેલો સિંહ સમાધિપૂર્વક મૃત્યુને પામ્યો. ભવરૂપી સમુદ્રમાં ભમતા-ભમતા તે ત્રણે પણ અનુક્રમે (આ પ્રમાણે) થયા. ૬૦.
૩૧. તે ત્રિપૃષ્ઠનો જીવ તે હું, સિંહનો જીવ (0) ખેડૂત અને સારથિનો જીવ (તે) તમે. તે આ ભવનું નાટક છે. ૯૧.
૩૨. તારા વડે મધુર વાણી દ્વારા જે આ પહેલા ખુશ થયેલ વળી મારા વડે બિચારો આ હણાયો. તેથી આ સ્નેહ અને વૈર થયા. ૬૨.
ઉપદેશ સપ્તતિ