________________
૨૭. આ બાજુ આરાસણ ગામમાં મંત્રી ગોગાનો પુત્ર ધનથી રહિત શ્રેષ્ઠ બુદ્ધિવાળો પાસિલ નામે ઉત્તમ શ્રાવક રહે છે. ૯૨૩.
૨૮. એક વખત તે ઘી-તેલ વિગેરે વેચવા માટે પાટણમાં ગયો. ત્યાં પોતાના કાર્યને કરીને તે શ્રી ગુરુ ભગવંતને વંદન કર્યું. ૯૨૪.
૨૯. ત્યાં તે રાજમાર્ગના પ્રમાણને નિહાળતો નવ ગુણ્યા અગ્યાર (૯ x ૧૧) નવ્વાણું લાખ સુવર્ણનો સ્વામી છાડાની પુત્રી વડે) - ૯૨૫.
૩૦. હાંસી નામની પુત્રી વડે મશ્કરી કરતા કહેવાયું કે હે ભાઈ ! કેટલા પ્રમાણવાળું ચૈત્ય કરાવવાની તમારી પણ ઈચ્છા છે ? ૯૨૭.
૩૧. તેણે પણ કહ્યું છે બહેન ! પ્રાયઃ આ મારા જેવાને બનાવવું અશક્ય છે. મેરુપર્વતને તોલવામાં બાળકની શક્તિ ન હોય. ૯૨૭.
૩૨. તો પણ કદાચ મારા વડે આ મંદિર કરાય તો તમારે ત્યાં આવવું. એ પ્રમાણે કહીને પોતાના સ્થાને ગયો. ૯૨૮.
- ૩૩. ત્યારબાદ ગુરુભગવંત વડે કહેવાયેલ વિધિપૂર્વક દશ ઉપવાસ કરવા વડે તેણે અંબિકા દેવીને આરાધી. આના ભાગ્યથી તેણી (અમ્બિકા દેવી) પણ પ્રત્યક્ષ થઈ. ૯૨૯.
૩૪. મારા પ્રભાવથી તારી સીસાની (ધાતુની) ખાણ, ચાંદીની (રૂપાની) થશે. તેને વહન કર અને સ્વયં જિનેશ્વર પરમાત્માના મંદિરને બનાવ. ૯૩૦.
૩૫. એ પ્રમાણે આદેશ સ્વીકારીને ત્યાં ગામમાં એક વખત શ્રી નેમિનાથ પરમાત્માનું મંદિર કરાવવાને માટે તેણે આરંભ કર્યો. ૯૩૧.
- ૩૬. કેટલાક ગુરુભગવંત આવ્યા. તેઓ વડે (ગુરુભગવંત વડે) તે શ્રેષ્ઠી પૂછાયો, - હે ભદ્ર ! મંદિરના કાર્યની દેખરેખ કરનાર સમાધિપૂર્વક નિર્વાહ કરે છે ? ૯૩૨.
ઉપદેશ સપ્તતિ ૧૨૩