________________
૧૮. પરંતુ શ્રી ગુરુભગવંતના મહિમાથી તે દૃષ્ટિવિષ સર્પ પણ પ્રભાવ રહિત થયો. ખેદની વાત છે કે તાપસોની શક્તિ પણ કેટલીક હોય ! ૯૧૪.
૧૯. આ બાજુ એક સમડીએ અત્યંત વેગથી આવીને તે સર્પ યુગલને (બન્ને સર્પને) ઉપાડીને નર્મદા નદીના કિનારે મૂક્યા. ૯૧૫.
૨૦. યોગી (કાન્હડ) આચાર્ય ભગવંતના બંને ચરણમાં પડીને પોતાના અહંકારનો ત્યાગ કરીને જે પ્રમાણે આવ્યો તેમ દીન થયેલો ગયો. સંઘ પણ અત્યંત આનંદિત થયો. ૯૧૬.
૨૧. હવે રાજાએ પરિવાર સહિત મોટા ઉત્સવપૂર્વક ઉત્તમ એવા પૂજ્ય શ્રી ગુરુ ભગવંતોને પોતાના સ્થાને મોકલ્યા. ૯૧૭.
૨૨. તે જ રાત્રિમાં એક દેવીએ આવીને શ્રી ગુરુ ભગવંતને કહ્યું. હે ભગવન્! જે આ સામે વડનું ઝાડ દેખાય છે. ૯૧૮.
૨૩. અહીં રહેલી એક પક્ષિણી વડે ઘણી સ્થિરતા કરેલ એવા આપની ધર્મદેશના સંભળાઈ. ૯૧૯. .
- ૨૪. ત્યારબાદ તે હું મરીને કુરૂકુલ્લા દેવી થઈ. હે વિભો ! સમડીના રૂપને કરીને મારા વડે બંને સર્પો દૂર કરાયા. ૯૨૦.
૨૫. ત્યારબાદ ગુરુભગવંત વડે નવીન એવું કુરૂકુલ્લાસ્તવ રચાયું. આજે પણ જેને (કુરૂકુલ્લા સ્તવને) ભણતાં ભવ્ય પ્રાણીઓ સર્પોનો નિષેધ કરે છે. ૯૨૧.
રક. ત્યારબાદ શ્રી ગુરુભગવંત વડે પાટણ તરફ વિહાર કરાયો. ત્યાં શ્રી સંઘના અત્યંત આગ્રહથી કેટલાક સમય સુધી ત્યાં રહ્યા. ૯૨૨.
(ત કુત્તાસૂરી - શાંતિસ્નાત્રાદિની વિધિઓમાં “ કુરૂકુલ્લા સ્વાહા' વિગેરે પદોથી યાદ કરાતી દેવી.)
ઉપદેશ સપ્તતિ ૧૨૨