________________
૯. ત્યાં રાજ્યમાં શોભતા એવા વિશાળ સિંહાસનને વિષે સ્થિત તેઓ ઉદયાચલ પર્વત પર રહેલ સૂર્યના પ્રતિબિંબની જેમ શોભતા હતા. ૯૦૫.
૧૦. યોગીએ કહ્યું, હે રાજેન્દ્ર ! બીજા વાદો સુખપૂર્વક થાય છે. આ પ્રાણનો અંત કરનાર વાદ છે. મારી શક્તિ જુઓ. ૯૦૬.
૧૧. પોતાના ઉત્કર્ષને પોષતા આચાર્ય ભગવંતે પણ તેને (યોગીને) કહ્યું. અરે અધમ ! તું જાણતો નથી. અમે સર્વજ્ઞ ભગવંતના પુત્ર છીએ. ૯૦૭.
૧૨. ગુરુ ભગવંતે પોતાની ચારે બાજુ સાત રેખાઓ કરી. ત્યાર બાદ તેણે (કાન્હડ યોગીએ) પણ પ્રચુર એવા સર્પોને મુક્યા. ૯૦૮.
૧૩. પરંતુ કર્મની છઠ્ઠી. રેખાની જેમ કોઈના વડે તે ન ઓળંગાઈ. હીન મુખવાળા થયેલા યોગીએ બીજા ઉપાયને કર્યા. ૯૦૯.
૧૪. કેડમાં રહેલું નલિકામાં રહેલ કદલીપત્રને (કેળના પાંદડાને) ધારણ કરીને સર્પની આગળ મૂક્યું અને જલ્દીથી તે ભસ્મસાતું થયું. (બળી ગયું.) ૯૧૦.
. ૧૫. હે લોકો ! આ લાલ આંખવાળો (સર્પ) જલ્દી નાશ કરનાર છે એ પ્રમાણે બોલતા તે દુષ્ટાત્માએ (યોગીએ) મહાજન જોતે છતે તેને (સર્પને) મૂક્યો. ૯૧૧.
૧૬. તેનાથી મુકાયેલ વળી બીજો સર્પ તેનું વાહન થયો. તેનાથી પ્રેરાયેલ આ આસન ઉપર બેસવાને માટે સ્થાપન કરાયો. ૯૧૨.
૧૭. અત્યંત સ્થિર ચિત્તવાળા આચાર્ય ભગવંતે ધ્યાનનું આલંબન લીધું (ધ્યાન ધર્યું) લોકોએ હાહાકાર કર્યો અને યોગી પ્રસન્ન મુખવાળો થયો. ૯૧૩.
ઉપદેશ સપ્તતિ ૧૨૧